India

પિતાએ શાકભાજી વેચીને દીકરાને ભણાવ્યો અને દીકરાએ પણ મેહનત કરી હાંસલ કરી એવી સફળતા કે હવે પિતા ગર્વ કરે છે… માતાનું સપનું પૂર્ણ કર્યું

જીવનમાં સફળતાના શિખરે પહોંચવા માટે ડગલે ને પગલે ઘા સહન કરવા પડે છે, આજે અમે આપને એક એવા વ્યકિત વિશે જણાવીશું જેને પોતાના સપનાઓને સાકાર કરી બતાવ્યા. એક કહેવત છે કે “જેના સપનામાં જીવન હોય તે જ મંઝિલ પર પહોંચે છે. પાંખોથી કંઈ થતું નથી, પરંતુ હિંમતથી ઉડી શકાય છે.”

આજે અમે વાત કરીશું એક એવા જ યુવાનની જે અનેક યુવાનો માટે પ્રેરણસ્રોત સમાન છે. વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં રહેતા એક ગરીબ પરિવારના પુત્ર શિવકાંત કુશવાહાએ  શાકભાજીનો સ્ટોલ ચલાવીને પણ સિવિલ જજની પરીક્ષા જ પાસ કરી નથી પરંતુ OBC કેટેગરીમાં સમગ્ર મધ્યપ્રદેશમાં બીજું સ્થાન મેળવ્યું છે.

પોતાની મહેનતના આધારે હવે શાકભાજી વેચનાર જજની ખુરશી પર બેસીને ન્યાય આપશે. આ યુવાનનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણા સમાન છે. શિવકાંતના પિતા કુંજી લાલ કુશવાહ, જેઓ એક ગરીબ પરિવારમાંથી આવે છે, તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. માતા પણ પરિવારનું ભરણપોષણ કરવા માટે મજૂર તરીકે કામ કરતી હતી, જે હવે આ દુનિયામાં નથી.

શિવકાંત ત્રણ ભાઈ-બહેનમાં બીજા નંબરે છે અને ઘરની નબળી સ્થિતિ જોઈને પોતે શાકભાજીનો સ્ટોલ ચલાવીને પરિવારને આર્થિક મદદ કરી હતી. શિવકાંત અગાઉ ચાર વખત સિવિલ જજની પરીક્ષા આપી ચૂક્યો હતો પરંતુ તેને તેમાં સફળતા મળી ન હતી. આટલું છતા તેણે હિંમત હારી નહી કે કોઈ આત્મઘાતી પગલું ભર્યુ નહી. શિવકાંતની મહેનતનું જ પરિણામ છે કે શિવકાંત કુશવાહાએ પાંચમી વખત સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી અને પોતાનું સપનું પૂરું કર્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!