જૂનાગઢમાં વરરાજાને ખુલ્લા દરવાજે વરઘોડો કાઢવામાં મુશ્કેલી વધી ગઇ! વિડીયો વાયરલ થતા પોલીસે કરી આ કાર્યવાહી, જુઓ આ વિડીયો કેવી રીતે જતા હતા બધા….
આમ તો જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે લોકો પોતાનો પૈસા તથા કારોનો દેખાવો કરવા માટે અમુક વખત એવા કર્યો કરી બેઠતા હોય છે કે આપણે વિચારી પણ નથી શકતા હોતા. સોશિયલ મીડિયા પર રોજના એવા અનેક વિડીયો તમારી સામે આવતા જ હશે જેમાં લોકો અમુક વખત હોશિયાર બતાવા માટે સરકારના નિયમોનું પણ ઉલ્લંઘન કરતા હોય છે.
જયારે વિડીયો વાયરલ થઇ છે ત્યારે પોલીસની તેઓ પર નજર પડે છે, એવામાં હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વરરાજાને વરઘોડામાં પોતાની કારના દરવાજા ખુલ્લા રાખવા મોંઘા પડ્યા હતા. આનો એક વિડીયો પણ બનાવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને જરૂરી ગુના દાખલ કરી લીધા હતા.
વાયરલ થઇ રહેલા આ વિડીયો અંગે જાણવા મળ્યું છે કે વિડીયો જૂનાગઢ જિલ્લાનો છે જ્યા ઓપન જેલ નજીક જમાલવાળી રોડ પાસે એક સફેદ રંગની લકઝરી કારના શરૂ કારે દરવાજો ખોલીને ચલાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વરઘોડામાં અનેક લકઝરી કારો છે જેમાં અનેક લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે.
વિડીયો વાયરલ થતા જ અનેક સવાલો ઉઠ્યા હતા કે જો આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં જ કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ હોટ અથવા તો કોઈનો જીવ ગયો હોટ તો તેની જવાબદારી કોની. કાર ચલાવતા યુવકે પોતાની સાથો સાથ બીજા સ્થાનિકો તેમજ તેની પાછળ આવતા લોકોના જીવ પણ દાવ પર લગાવ્યા હતા. આ વિડીયો પોલીસને મળતા પોલીસે તરત જ કડક કાર્યવાહી કરી જરૂરી કલમો લગાવી દીધી હતી.
GJ-11-CH-1234 violation of Section 279 IPC kindly take action @GujaratPolice @IGP_JND_Range @SP_Junagadh @SP_GirSomnath pic.twitter.com/ui2Q1JiVi1
— મહેફીલ (@_mahefil_) February 4, 2023