જુનાગઢ : ડીલીવરી સમયે અટેક આવતા મા અને બાળક બન્ને નુ મોત થયું છતા પરીવાર એવો નિર્ણય લીધો કે સૌ કોઈ ભાવુક થઈ ગયા…
આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક અકસ્માત સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જૂનાગઢમાઁ ડિલેવરી સમયે માતાને એટેક આવ્યો, સીઝેરીયનથી દિકરીનો જન્મ: કમનસીબે બન્નેના મોત, જે પછી પુત્રવધુનું અવસાન થતા પરિવારે તેના બન્ને ચક્ષુનું દાન કર્યું છે.
આ ઘટના જૂનાગઢમાંથી સામી આવી રહી વહે જ્યાં જૂનાગઢના શ્રીનાથભાઇ સોલંકીના 29 વર્ષિય પત્નિ મોનીકાબેન પ્રેગ્નેન્ટ હોય નવમો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે ડિલેવરી સમયે જ એટેક આવ્યો હતો. જોકે, ગર્ભસ્થ બાળક જીવિત હોવાનું જણાતા સિઝેરીયન કરી નવજાતને બહાર કઢાયું હતું. પરંતુ ઇન્ફેશન લાગતા બાળકીનું પણ મોત થયું હતું. આમ, માતા અને બાળકી બન્નેના મોત થતા સોલંકી પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આમ પરિવારે મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો. બાદમાં જૂનાગઢના પંજૂરી આઇ કલકેશન સેન્ટર દ્વારા 114મું ચક્ષુદાન ડો. સુરેશભાઇ ઉંજીયા અને એડવોકેટ ગિરીશભાઇ મશરૂ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું. મોનિકાબેનના ચક્ષુ સકીલભાઇ હાલેપોત્રા દ્વારા રાજકોટ મેડીકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
તેમજ પરિણામે હવે 2 વ્યક્તિને આંખોની રોશની મળતા તેમનો અંધાપો દૂર થશે.ચક્ષુદાન કર્યા બાદમાં સોલંકી પરિવારે માતા અને પુત્રીને અંતિમ વિદાય આપી હતી. દરમિયાન જૂનાગઢમાં 24 કલાક અને 365 દિવસ ચક્ષુદાન સેવા ચાલુ હોય આ માટે 9825935075 નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ખરેખર આ પરિવાર ખુબજ વખાણને પાત્ર છે.