જૂનાગઢ યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ, દલાલે અને યુવતી એવું કાંડ કર્યું કે, યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા, જાણો પૂરી ઘટના…
આપણે જાણીએ છે કે, લુંટેરી દુલ્હનના કિસ્સો અનેકવાર બને છે, ત્યારે હાલમાં જ જૂનાગઢ શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો દરેક અપરણિત અને લગ્ન ઈચ્છુક યુવકો માટે ચેતવણી સમાન છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે કઈ રીતે યુવાન આ યુવતીના કાંડમાં ફસાયો.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,જૂનાગઢના યુવકના લગ્ન ન થતાં હોવાથી આખરે તેને પરેશ નામના એક દલાલના સંપર્કમાં આવીને ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કર્યા હતા પરંતુ ૫ મહિનામાં જ ૨ લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું.
આ ઘટના અંગે વિસ્તૃત માહિતી જાણીએ તો દલાલે યુવકને કહ્યું હતું કે ઓરંગાબાદમાં પૂજા નામની યુવતી પોતાની બહેન છે. આખરે તા. 28 જૂને બંનેના લગ્ન કરાવ્યા હતા. લગ્નના ૪ મહિના બાદ લગ્ન ખર્ચ માટે 1.90 લાખ રૂપિયા મેળવીને યુવતી મુંબઈ જવાનું કહીને ભાગી ગઈ.
યુવક છેતરપિંડી થઈ ભોગ બનતા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરાજીના મુખ્ય દલાલ તથા અન્ય ત્રણ દલાલો અને યુવતી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.