જૂનાગઢ : સુભાષ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસનું થયું દુઃખદ નિધન! પુરના પ્રવાહમાં પિતાનો હાથ છૂટતા બની આવી દુઃખદ ઘટના! જાણીને આંસુ આવી જશે…
જૂનાગઢ શહેરમાં આવેલ ભારે વરસાદના કારણે થોડીક જ ક્ષણોમાં જુનાગઢ આખું જળબંબાકાર થઈ ગયું હતું. આ દરમિયાન અનેક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આ સંકટ સમય દરમિયાન અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે, ત્યારે એક પિતાએ પોતાના નજર સામે દીકરીને ગુમાવવાનું દુઃખ વેઠવું પડ્યું. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીશું.
iam ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે
ડો. સુભાષ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર દિપચંદાબેન કોલેજથી છૂટ્યા બાદ પોતાના પિતા સાથે ઘર તરફ જઈ રહ્યા હતા પરંતુ કહેવાયને કે કાળને કોઈ રોકી શકતું નથી. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા મજેવડી દરવાજાથી ગિરનારના દરવાજા તરફના રસ્તેથી કારમાં આવી રહ્યા હતા.
આ દરમિયાન રોડ પર સામાન્ય પાણી વહેતું હતું તેમની પાછળ પણ રીક્ષાઓ સહિતના વાહનો હતા. પિતા અને પુત્રી બંને ભરડાવાવ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ ધસમસતા પાણીની ઝપેમાં બધા વાહનો આવી ગયા. જેમાં 15-20 લોકો પાણીમાં ફસાઈ ગયા. ચંદુભાઈએ દીકરીનો હાથ પકડી રાખ્યો હતો અને તેઓ પણ તણાઈ રહ્યા અને આ દરમિયાન હાથ છૂટી ગયો.
આ હાથ છૂટ્યા બાદ પિતાએ સદાયને માટે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી દીધી. પાણીનો પ્રવાહ એટલો ભારે હતો કે પૂરના પાણીમાં પિતા-પુત્રી અલગ પડી ગયા છતાં પિતાએ ડિવાઈડર પકડીને બે લોકોને બચાવી લીધા પરંતુ પાણી એટલું પ્રચંડ હતું કે તેમની દીકરી તેમના નજર સામે જ ઊંડા પાણીમાં ખેંચાઇ ગયેલ. NDRFની ટિમેં પણ તેમને બચાવવાનો પયત્ન કર્યો પરંતુ આખરે દિપાબેનનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો. અચાનક આવેલી કુદરતી આફતના કારણે એક પિતાએ પોતાની વ્હાલસોયી દીકરી તેમન વિધાર્થીઓએ પોતાના પ્રિય પ્રોફેસર ગુમાવી દીધા, જેના કારણે કોલેજમાં પણ શોકમય વાતાવરણ છવાઈ ગયું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.