જૂનાગઢમાંથી સામે આવી રડાવી દેતી ઘટના ! એક જ ઝટકામાં પરિવાર હતો નહોતો થઇ ગયો…પુરી ઘટના જાણી તમે પણ ધ્રુજી જશો
મિત્રો અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતની ઘટના હજી લોકોના કાનોમાં ગુંજી રહી છે, એક સાથે નવ નવ લોકોના કરુણ મૃત્યુ થતા આખા ગુજરાત રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એવામાં ફરી એક વખત આટલી દુઃખદ જ ઘટના હાલ સામે આવી છે જે જૂનાગઢની છે. તમને જણાવી દઈએ કે આ દુઃખદ ઘટનાની અંદર એક હસતા ખેલતા પરિવારની ખુશીઓ પળભરમાં ચકનાચૂર થઇ ચુકી હતી, ચાલો તમને આ પુરી ઘટના વિશે વિગતે જણાવી દઈએ.
જૂનાગઢની અંદર આવેલ કડીયાવાડ વિસ્તાર માંથી આ ઘટના સામે આવી છે જ્યા જર્જરિત ઇમારત ધરાશાયી થતા એક જ સાથે ચાર લોકોના મૃત્યુ થયા હતા જેમાં ત્રણ લોકો તો એક જ પરિવારના હતા, આ ત્રણ લોકોમાં પિતા અને તેના બે દીકરાનો સમાવેશ થાય છે. પોતાના પતિ તથા બે દીકરાના મૃત્યુની વાત સાંભળતા પત્ની આઘાતમાં ચાલી ગઈ હતી અને આઘાતમાં ને આઘાતમાં જ ઝેર ઘટઘટાવી લીધું હતું. મૃતકની પત્નીએ એસિડ ઘટઘટાવી લેતા તેને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા તેનું મૃત્યુ થયું હતું.
જૂનાગઢના સંજયભાઈ ડાભી સોમવારના રોજ બપોરે પોતાના દીકરા દક્ષ તથા તરુણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા એવામાં ક્ડીયાવાડા વિસ્તારમાં રીક્ષા લઈને પોંહચતા જર્જરિત ઈમારતનો કાટમાળ રીક્ષા પર પડ્યો હતો જેને પગલે એક સાથે રિક્ષામાં બેસેલ પિતા તથા તેના બંને પુત્રો દટાયા હતા જે બાદ તેઓની શોધ તપાસ કરતા સંજયભાઈ તેમ જ તેમના બંને દીકરા દક્ષ તથા તરુણના મૃતદેહ બહાર કાઢતા સૌ કોઈ ગદગદી ઉઠ્યું હતું,એવામાં એક જ ઝટકે પોતાના પતિ તથા બંને સંતાનોને ગુમાવી દેતા મૃતકના પત્ની મયુરીબેન પણ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેઓને હોસ્પિટલ ખસેડતા તેમનું નિધન થયું હતું.
આ ઘટનાને પગલે આસપાસના તમામ વિસ્તારોમાં ભારે દોઢડામ મચી જવા પામી હતી જયારે આ ઘટનાસ્થળ પર સેંકડો સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા,મૃતક મયુરીબેનના ભાઈએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે મનપા કમિશનર પર આ ઘટનાને લઈને 304 ની કલમ લગાવાની તથા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા મયૂરીબને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, મયુરીબેનના ભાઈએ એમ પણ ચીમકી ઉપચારી હતી કે જો ન્યાય નહીં મળે તો તેઓ બધા પણ મરવા માટે તૈયાર છે.