Gujarat

રાજભા ગઢવીએ જૂનાગઢમાં પડેલ વરસાદને લઈને આપ્યું આ નિવેદન ! જૂનાગઢ પોલીસ પરિવાર તથા બચાવકાર્યની ટીમનો આભાર માન્યો..જુઓ વિડીયો

મિત્રો ગુજરાત રાજ્યમાં અનેક એવા મોટા કલાકારો છે જેણે ગુજરાતમાં અનેરું નામ કમાય લીધું છે,આવા તમામ કલાકારોમાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી,રાજભા ગઢવી,ગીતાબેન રબારી, કિંજલ દવે,ગમન સાંથલ આવા તો અનેક એવા કલાકારોને હાલ આખા ગુજરાત રાજ્યમાં સૌ કોઈ ઓળખતું થયું છે. ગુજરાતના કલાકારો અનેક લોકોને પોતાના ગીતો તથા ડાયરાથી ખુબ મનોરંજિત કરે છે, એવામાં તમને ખબર જ હશે કે આ કલાકારો અનેક વખત પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો તથા અનેક એવા વિડીયો પણ શેર કરતા જ હોય છે.

આજના આ લેખના માધ્યમથી અમે રાજભા ગઢવીએ શેર કરેલ આ વિડીયો વિશે વાત કરવાના છીએ. રાજભા ગઢવી વિશે તો તમે જાણતા જ હશો તેઓ એક પ્રખ્યાત ગાયક કલાકાર છે, એટલું જ નહીં તેઓના જ્યા પણ પ્રોગ્રામ હોય છે ત્યાં લોકો ભારે ભીડમાં તેઓને સાંભળવા માટે પોહચી જતા હોય છે, હજી થોડા દિવસો પેહલા જ રાજભા ગઢવી વિદેશના પ્રવાસે પ્રોગ્રામ અર્થે ગયા હતા જ્યાં ગીતાબેન રબારી પણ તેઓની સાથે હતા.

એવામાં હાલના સમયમાં જો વાત કરીએ તો તમને ખબર જ હશે કે ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે, એવામાં જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં સર્વત્ર મેઘવર્ષા થઇ હતી જયારે જૂનાગઢના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું હતું. આથી જૂનાગઢ પોલીસ તથા ગુજરાત રાજ્યની અનેક એનડીઆરએફની ટિમ દ્વારા અનેક લોકોના બચાવ કરીને તેઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

આ બાબતને લઈને જ રાજભા ગઢવીએ પોતાના આ વીડિયોમાં પેહલા જૂનાગઢમાં આવેલી આફત વિશે વાત કરતા કહ્યું હતું કે જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના લીધે અનેક એવી જગ્યાએ લોકોને ખુબ વધારે મુશ્કેલી પડી હતી. આ બાદ તેઓએ જૂનાગઢ પોલીસ તથા તમામ એવા બચાવકાર્યોની ટિમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

રાજભા ગઢવીએ કહ્યું હતું કે જે જે લોકોએ બચાવકાર્યની અંદર ભાગ લીધો તેવા તમામ લોકોને ખુબ ખુબ આભાર તેમજ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જૂનાગઢ પોલીસ તથા તમામ પોલીસ પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને લોકોને વરસાદને પગલે સાવચેત રહેવાનું પણ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!