જુનાગઢ મા મહાશિવરાત્રિ મા ભવનાથ મા યોજાયો ભવ્ય ડાયરો ! અલ્પાબેન સહીત આ કલાકરો એ ભજન ની રમઝટ બોલાવી દિધી…
આજ રોજ મહાશિવરાત્રીનો મેળો ભક્તિભાવ પૂર્વક રિતે પૂર્ણ થયો છે. ભજન, ભોજન, ભક્તિના અનેરા સંગમમાં સૌ શ્રધ્ધાળુઓ શિવ ભક્તિમાં લીન થયાં હતાં. ભારત ભરમાંથી પધારેલ નાગા સાધુ સંતોનાં દર્શન કરીને સૌ કોઇએ દિવ્યતા અનુભવી હતી. આસ્થાભેર ઉજવાયેલ મહાશિવરાત્રીનાં મેળામાં ગુજરાતનાં અનેક કલકારો એ પોતાનાં સૂરિલા કંઠે લોકોને ભજનમાં લીન કર્યા હતા.
ચાલો અમે આપને જણાવીએ કે, ક્યાં ક્યાં લોકપ્રિય કલાકારો મહાશિવરાત્રીના મેળામાં ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી.આપણે જાણીએ છે કે, દર વર્ષ ગુજરાતનાં તમામ લોકપ્રિય કલાકારો મેળા આયોજિત લોક ડાયરામાં સહભાગી થઇને ભજન ની રમઝટ બોલાવે છે. આ વર્ષ યોજાયેલ મેળો અતિ ભવ્ય અને ખાસ હતો કારણ કે બે વર્ષ પછી આ મેળાનું આયોજન થયેલ.
સાધુ સંતોનાં સાનિધ્યમાં દર વર્ષે મેળામાં પધારેલ શ્રધ્ધાળુઓને શિવ ભક્તિમાં લીન કરવા આખી રાત ભજન ની રમઝટ બોલે છે. પાંચ દિવસ સુધી ગિરનાર ની ભુમી ભક્તિમય બની જાય છે. જ્યાં કણ કણનો નાદ ગુંજે છે. આ મેળામાં આ વર્ષ ગુજરાતનાં તમામ લોકપ્રિય ગાયક કલાકારો એ ખાસ હાજરી આપી હતી. આ કલાકારોની યાદીમાં ક્યાં ક્યાં કલાકારો સામેલ છે તે અમે આપને જણાવીએ. આ યાદી ટૂંકમાં છે પરંતુ આ સિવાય અન્ય જાણીતા કલાકારો એ ભજનનું રસપાન કરાવેલ.
ભારતી આશ્રમ અને લક્ષમણ બારોટના ઉતારા ખાતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં માયાભાઈ આહીર,કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, અલ્પાબેન પટેલ આ સિવાય અન્ય કલાકારોએ હાજરી આપીને ભજન ની રમઝટ બોલાવેલ હતી. ખરેખર આ દિવ્ય પ્રસંગમાં ઘણા નામચીન કલાકારો એ હાજરી આપેલ જેમાં આ કલાકારોને સાંભળીને ધન્યતા અનુભવી હતી.