જૂનાગઢના આહીર યુવકના પ્રેમમાં પડી પોલેન્ડની યુવતી !! હજારો કિમિ પાર કરી આવી જૂનાગઢ હવે આ તારીખે કરશે લગ્ન…પ્રેમ કહાની છે ખુબ સરસ
હાલ ચારેકોર લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં આખા ગુજરાત રાજ્યમાંથી અમુક અનોખા લગ્નના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્ય થઇ જતો હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ યુગલ વિષે જણાવાના છીએ જેણે લગ્ન તો હજુ નથી કર્યા પરંતુ ભવિષ્યમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, આ યુગલમાં ખાસ વાત એ છે કે પોલેન્ડની યુવતી જૂનાગઢ લગ્ન કરવા માટે આવી પોહચી છે.
જૂનાગઢ જિલ્લામાં રહેતા અજય અખેડ નામનો યુવક પોલેન્ડની યુવતી એલેકઝાન્ડ્રા સાથે આવનારી 6 માર્ચને રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, આ લગ્નને ફૂલ ધામધૂમ સાથે તેમ જ હિન્દૂ રીતિ રિવાજો અનુસાર કરવામાં આવશે, આ વિદેશી યુવતી ભારતીય ખાણી-પીણી તથા ભારતીય પરંપરા સાથે ખુબ લગાવ છે, હાલ એલેકઝેન્ડ્રા રોટલી અને રીગણનું ભરતું બનાવાનું શીખી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જૂનાગઢના ખડિયા ગામના રહેવાસી પરબતભાઇ કાનાભાઇ અખેડ અને આંહીંબેનના દીકરા અજય અખેડનું એવું સપનું હતું કે તે પોલેન્ડ માં રહે અને તેણે પોતાનું આ સપનું પૂર્ણ પણ કર્યું. પોલેન્ડમાં તેને ગોડસે બેન્કની અંદર નોકરી પણ મળી ગઈ જેથી અજય ત્યાં પોલેન્ડમાં જ વસવાટ કરવા લાગ્યો હતો આ દરમિયાન બોઇંગ કંપનીમાં નોકરી કરતી એલેકઝાન્ડ્રા પહુંસ્કા સાથે મુલાકાત થઇ હતી.
મુલાકાત મુલાકત દરમિયાન જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને હાલ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેને લઈને માતા-પિતાએ પણ સંમતી આપી દીધી હતી. પરબતભાઇ અને આહીબેનની એવી ઇચ્છા હતી કે તેમના એકના એક દીકરાના લગ્ન ખડિયામાં જ થાય આથી અજય તથા એલેકઝાન્ડ્રાએ જૂનાગઢના આ ગામમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
એવામાં એલેકઝાન્ડ્રા પિતા સ્ટેની સ્લાવ, માતા બોઝેનાં તથા બહેન મોનિકા અને આનના જૂનાગઢના ખડિયા પોહચ્યાં હતા. હાલ તો એલેકઝાન્ડ્રા પણ દેશી ખોરાક ખાતી થઇ ગઈ છે જયારે તે રોટલી અને રીગણનું ભરતું બનાવતા પણ શીખી રહી છે જ્યારે આહાર સમાજના પ્રખ્યાત પોશાક પણ પેહરી રહી છે, એલેકઝાન્ડ્રાને આહીરાણીઓના ખુબ પસંદ આવ્યા હતા, હવે આવનારી 6 માર્ચના રોજ જૂનાગઢના અજયભાઇ સાથે એલેકઝાન્ડ્રાના લગ્ન થવા જઈ રહ્યા છે.