પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા જૂનાગઢના યુવાને મૌતને ગળે લગાવી લીધું ! પરિવારજનો પર દુઃખનું આભ ફાટ્યું….
હાલ આખા ગુજરાતમાં પોલીસભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે જેમાં આપણા ગુજરાતના અનેક યુવાનો તથા યુવતીઓ સફળતારૂપ રીતે રનિંગ પૂર્ણ કરી રહ્યા છે તો કેટલાક યુવાનો તથા યુવતીઓ એવી છે જે હાલ પરીક્ષામાં સફળ નથી થયા, એવામાં એક ખૂબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં એક યુવાને પોલીસની પરીક્ષાની દોડમાં નાપાસ થતા આપ-ઘાત કરી લીધો હતો.
આ દુઃખદ ઘટના જૂનાગઢના માણાવદર માંથી સામે આવી છે જેમાં પોલીસ તથા બીજી અન્ય સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહેલ 29 વર્ષીય પરેશ હમીરભાઇ કાનગડ પોલીસ ભરતી પરીક્ષા આપવા માટે જામનગર ગયો હતો જ્યા દોડ પુરી ન કરી શકતા પરેશભાઈને દુઃખ લાગી આવ્યું હતું જે બાદ અવાવરું જગ્યાએ તેઓએ ગળેફાંસો ખાયને પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી.
ઘરના દીકરાએ આવી નિરાશાથી આત્મહત્યા કરી લેતા પરિવાર પર જાણે દુઃખનો આભ ફાટી પડ્યો હતો, મૃતક પરેશભાઈ છેલ્લા 8 વર્ષથી ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસની દોડ બાદ મૃતક પરેશને તેના મિત્રો તથા ઘરનાનો ફોન આવ્યો હતો જેમાં પરેશે પોતે પાસ થયો છે તેવું જણાવ્યું હતું જે બાદ તેણે ઘરે પરત ફરતી વખતે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
અનેક કલાકો થયા બાદ પરેશનો કોઈ અતો પતો ન હતો એવામાં સંપર્ક ન થતા તેની શોધખોળ કરવામાં આવી હતી જે બાદ જંગલમાં બાળવ પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. આવું દ્રશ્ય જોઈને પરિવારજનોનું હૈયાફાટ રુદન છૂટી ગયું હતું, પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી જે બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પોહચીને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.