Entertainment

રથયાત્રા પેહલા જ ગીતાબેન રબારીનું નવું ગીત આવ્યું સામે!! જગ્ગનનાથ ભગવાન પર છે આ ખાસ ગીત… જુઓ વિડીયો

રથયાત્રાના પવિત્ર તહેવારની ઉજવણી નજીક આવી રહી છે, અને તેની સાથે જ ગુજરાતના પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારી પણ ભક્તિ રસ ભર્યું નવું ગીત લઈને આવી રહ્યા છે. “જય જગન્નાથજી” નામનું આ ગીત રથયાત્રાના શુભ દિવસે રિલીઝ થશે અને ચોક્કસ ભક્તોમાં ભક્તિ અને ઉત્સાહનો ઉમંગ છલકાવશે.ગીતાબેન રબારી, જેમના સુરીલા સ્વર અને ભક્તિગીતો ગુજરાતભરમાં ખુબ જ લોકપ્રિય છે.

આ વર્ષે રથયાત્રાના પાવન પર્વ પર ગીતાબેન રબારી અતિ સુંદર ભક્તિ રૂપી ગીત દ્વારા ભગવાન જગન્નાથના પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરશે. “જય જગન્નાથજી ” ગીત. આ ગીતનું પોસ્ટર રિલીઝ થયા પછી, સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગીતાબેન રબારીના ચાહકો આ ગીતના સંપૂર્ણ સંસ્કરણ માટે ખુબ જ ઉત્સુક છે અને રથયાત્રાના શુભ દિવસે તેને સાંભળવા માટે તૈયાર છે.

“જય જગન્નાથજી” ગીત ચોક્કસ રથયાત્રાના આનંદ અને ઉજવણીમાં વધારો કરશે અને ભક્તોને ભગવાન જગન્નાથના દર્શનનો અનુભવ કરાવશે.
આગળના દિવસોમાં ગીત ક્યાં સાંભળી શકાશે તે અંગે વધુ માહિતી મળશે.આ રથયાત્રા, ગીતાબેન રબારીના નવા ગીત “જય જગન્નાથ” સાથે, દરેક માટે ખુબ જ ખાસ અને આનંદદાયક બનશે તેવી આશા રાખીએ છીએ!

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો પાર્વન પર્વ છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!