ફક્ત આ વિડીયો જોઈ લેજો ગુજરાતી હોવાનો ગર્વ તમને આપો આપ ખબર પડી જશે ! રતન ટાટાથી લઇ મુકેશ અંબાણીએ ગુજરાતીમાં…
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે તેમજ દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં આપણા ગજરાતીઓ મોખરે છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. હાલમાં જ ગુજરાતી માતૃભાષા દિવસ પર સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો હાલમાં પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો માત્ર ગુજરાતી ભાષાને માન સન્માન નથી આપતો પરંતુ વિશ્વને એક સંદેશ આપે છે કે આપણું ગુજરાત કેટલું ગૌરવવંતુ છે.
આ વિડીયો ગુજરાત બીજેપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાત માતૃભાષા દીવસ નિમિત્તે અપલોડ કરવામાં આવેલ હતો. આ વિડીયો આપણી ગુજરાતી ભાષાના પ્રભુત્વની સાથોસાથ ગુજરાતની ગૌરવતા દર્શાવે છે. ગુજરાતી આપણી માતૃ ભાષા છે અને આ વિડીયોમાં તમે જોઈ શકશો કે વિશ્વના સૌથી ધનિક ગુજરાતીઓ એ પોતાના મુખેથી ગુજરાતી ભાષામાં પોતાની લાગણી વ્યક્ત કરી છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે રતન ટાટાથી લઇને મુકેશ અંબાણી એ પણ ગુજરાતી બોલીને પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો તેમજ દેશ વિદેશથી પધારેલ દેશના અન્ય પ્રતિનિધિઓએ પણ ગુજરાતી ભાષામાં જ ભાષણ આપ્યું છે. ખરેખર આપણા માટે સૌથી ગર્વની વાત એ છે કે આજે દેશના ખૂણે ખૂણે ગુજરાતીઓની બોલબાલા છે.
દેશના ધનિક વ્યક્તિઓ ગુજરાતીઓમાં શું બોલ્યા છે, તે સાંભળવા માટે નીચે આપેલ વિડીયો જરૂરથી જોજો! ખરેખર આ વિડીયો દરેક ગુજરાતીઓને ગર્વ અનુભાવે છે. માત્ર ગુજરાતીઓ જ નહીં પણ દેશ વિદેશના લોકોને પણ એક સંદેશ આપે છે કે ગુજરાતી આ જગતમાં સૌથી ન્યારા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.