અંબાણી પરિવાર બાકી અંબાણી પરિવાર!! પ્રિ વેડિંગમાં રિહાના તો સંગીત સેરમનીમાં એનાથી પણ ચડીયાતા ગાયક જસ્ટિન બીબરને બોલાવ્યો, ફી જાણી તમે પણ કેશો “ઓહો હો….
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના ઘર અંગને લગ્નની વિધિઓ શરૂ થઇ ગઈ છે. ગઈકાલ મામેરાનો પ્રસંગ ઉજવાયો છે.અને 5 જુલાઈના રોજ સંગીત સંધ્યા છે. આ સંગીત સમારોહમાં બીબર દંપતીના કોન્સર્ટમાં પરફોર્મ કરશે, જે શુક્રવાર, 5 જુલાઈના રોજ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિન બીબરને 83 લાખ રૂપિયાની ફી આપવામાં આવશે.
બીબર 7 વર્ષ પછી ભારત પરત ફર્યો છે, પરંતુ આ વખતે તે માત્ર અંબાણી પરિવાર અને તેમના મહેમાનો માટે જ પરફોર્મ કરશે. ગાયકે વર્ષ 2022 માં ભારતમાં એક કોન્સર્ટની જાહેરાત કરી હતી, પરંતુ પછીથી તેની ખરાબ તબિયતને કારણે તે રદ કરવામાં આવી હતી. અનંત અને રાધિકાનો સંગીત સમારોહ શુક્રવાર, 5 જુલાઈએ મુંબઈમાં તેમના વૈભવી ઘર એન્ટિલિયામાં થશે. આ કપલ 12 જુલાઈના રોજ પરંપરાગત અને સ્ટાર્સ સ્ટડેડ લગ્નમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.
લગ્ન સમારોહ 3 દિવસ સુધી ચાલશે, જેમાં તમામ ધાર્મિક વિધિઓ થશે. લગ્ન 12 જુલાઈ શુક્રવારના રોજ થશે. આ પછી, 13મી જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ કાર્યક્રમ થશે, જેમાં ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક હશે. તે જ સમયે, ‘મંગલ ઉત્સવ’ અથવા લગ્નનું રિસેપ્શન સમારંભના છેલ્લા દિવસે એટલે કે 14મી જુલાઈ 2024ના રોજ થશે. કાર્ડમાં લખ્યું છે કે રિસેપ્શનનો ડ્રેસ કોડ ઈન્ડિયન ચિક હશે. લગ્નની તમામ વિધિ માત્ર Jio વર્લ્ડ સેન્ટરમાં જ થશે. વિશ્વભરના તમામ લોકોની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે.
તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા જ અંબાણી પરિવારે જામનગર અને ઈટાલીમાં પ્રિ વેડિંગમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે અને હવે ફરી એકવાર અંબાણી પરિવાર લગ્નમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. અંબાણી પરિવાર ભારતનો સૌથી ધનિક પરિવાર છે અને આ જ કારણે વિશ્વભરમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. ખરેખર અંબાણી પરિવાર પોતાની સાદગીના કારણે વધુ લોકપ્રિય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.