Viral video

ગુજરાતીઓ તો બાકી ગુજરાતી!! મહિલાને મેથીનું ઈંગ્લીશ ના આવડ્યું તો અમરેલીના કાકાએ દોડાવ્યું આવું મગજ… જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ગુજરાતી લોકો વિદેશમાં ખુબ વસી રહ્યા છે, આમ તો તમને ખબર જ હશે કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક મોટા મોટા દેશોમાં આપણા ગુજરાતીઓ હાલ વસતા થયા છે, એવામાં વિદેશમાં પણ તેઓ ગુજરાતી જેવા જ કાર્યક્રમો કરતા હોય છે જેના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણને પણ લાગે કે બાકી વાહ આપણા ગુજરાતીઓ તો ગજબ હો.

એવામાં હાલના સમયમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદેશમાં ગયેલ એક ગુજરાતી કાકાનો આ વિડીયો સામે અવી રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક મહિલા ગુજરાતી કાકાને બધું ગુજરાતીમાં પૂછી રહ્યા છે જેનો ખુબ જ સુંદર જવાબ આ કાકા આપી રહ્યા છે, મહિલા કાકાને પૂછે છે કે તમે ક્યાંના છો તો કાકા કહે છે કે તેઓ અમરેલીના રહેવાસી છે, મહિલા કહે છે આ બટુક અંકલ છે જે તેમના પિતાના સારા મીત્ર છે.

એવામાં મહિલા વિડીયો બનાવતા બનાવતા તેના પગમાં મેથી આવે છે એવામાં મહિલા કહે છે કે મેથીને ગુજરાતીમાં શું કહેવાય તે તેમને નથી ખબર એવામાં આ કાકા પોતાનું એવુ ભેજું લગાવે છે કે તે જોઈને આ મહિલા પણ ચોકી જ ગઈ હતી. આ કાકા મેથી ગુગલ ટ્રાન્સલેટમાં લખે છે અને જુએ છે કે મેથીને ઈંગ્લીશમાં શું કહેવામાં આવે છે એવામાં ત્યાં જ તેનો જવાબ મળી જાય છે.

મહિલાએ આવું જોયા બાદ એ પણ ચોકી જ ગઈ હતી, ખરેખર આ વિડીયો જોયા બાદ દરેક ગુજરાતીઓ ગર્વ અનુભવ્યો હતો. ખરેખર વિદેશમાં ગુજરાતી લોકોના આવા વિડીયો અવારનવાર વાયરલ થતા જ તે સૌ કોઈને ખુબ જ વધારે પસંદ પડતા હોય છે.આ વિડીયો gaurav_charlie નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mr. Gaurav Ladumor (@gaurav_charlie)

નોંધ : વાયરલ થઇ રહેલા આ વિડીયો પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી તેની ખાસ નોંધ લેવી.તમને જો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમારા આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ જ્યા અમે તમને રોજબરોજની માહિતીથી માહિતગાર કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!