કમા ને ટક્કર દેવા છોટૈ રાજા ની એન્ટ્રી ! ડાન્સ જોઈ કમા ની ચિંતા વધી ગઈ…જુઓ વિડીઓ
કમાં વિના સુની ડેલીને સુના ડાયરા હતા પરંતુ હવે કમાનું કરિયર ચિંતામાં મુકાઇ ગયું હોય એવું લાગી રહ્યું છે. કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો એક દાયકો હોય છે. કોઠારીયામાં યોજાયેલ ડાયરમાં કમો કીર્તિદાન ગઢવીની નજરમાં આવ્યો અને કમો રાતોરાત ગુજરાતનો સુપરસ્ટાર બની ગયો પણ હવે ડાયરામાં કમાને ટક્કર આપવા અને તેની જગ્યા લેવા માટે છોટે રાજાની એન્ટ્રી થઈ છે. હાલમાં ગુજરાતના દરેક ડાયરામાં કમાભાઈ ની હાજરી અચૂક જોવા મળે અને તેમની હાજરીમાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે પણ હવે કમાભાઈ માટે એક મોટી ઉપાદિ આવી છે. હાલમાં જ મહેસાણા દેદીયાસણના સાનિધ્યમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તતાહના ભાગ રૂપે ડાયરાનું આયોજન કરવામાં અવાયું હતું. આ ડાયરામાં કીર્તિદાન ગઢવીએ લોકોને ભજન અને લોકગીતોની મોજ કરાવી હતી.આ ડાયરામાં કમાની ખાસ હાજરી હતી પરંતુ અચાનક જ આ ડાયારામાં છોટે રાજાની એન્ટ્રી થઈ અને સ્ટેજ પર આવતાની સાથે જ કીર્તિદાન ગઢવીએ તેમણે નાચવાનું કહ્યું.
કિર્તીદાન ગઢવીએ ” માય નેમિશ લખન ” સોંગ ગાયું હતું અને આ સોંગ પર છોટે રાજા એ જબરો ડાન્સ કર્યો હતો,. છોટે રાજા જ્યારે ડાન્સ કરતો હતો ત્યારે કમો એકી નજરે છોટે રાજાની સામે જોઈ રહે છે પરંતુ તે સ્ટેજ પર ડાન્સ કરવા જોવા નથી મળતો. છોટે રાજાની એન્ટ્રી થતાં હવે કમાનું કરિયર મુશ્કેલીઓમાં મુકાઇ શકે છે કારણ કે કિર્તીદાન ગઢવીની હાજરીમાં સ્ટેજ પર પરર્ફોમર્સ આપવું એ ખૂબ જ મોટી વાત છે.
છોટે રાજા પણ કમાની જેમ એક કુદરતી ખોટ ધરાવે છે, છોટે રાજા બામડરૂપ છે જેથી તેમની હાઇટ બહુ ઓછી છે અને છોટે રાજા યુટ્યુબ પર કોમેડી વિડીયોમાં જોવા મળે છે અને હવે ડાયારામાં જોવા મળે તો નવાઈ નહિ, ખરેખર આ ઘટના જોઈને એટલું તો ચોક્કસ કહી શકાય કે એક જેવો સમય કોઈનો હોતો નથી અને દરેક વ્યક્તિનો એક જેવો સમય રહેતો નથી અને દરેક વ્યક્તિના દાયકા હોય છે. એક સમયે કમાભાઈનો હતો અને હવે છોટે રાજાનો આવે તો નવાઈ નહિ.