કોઠારીયા ના કમાભાઈને લઈ ને ફરી વિવાદ સર્જાયો !કોગ્રેસ નેતા કરીટ પટેલે કીધુ કે ” કમા ને ગુજરાત નો CM..
આપણે જાણીએ છે કે ગુજરાતમાં કમાની બોલબાલા છે ત્યારે
હાલમાં કમાએ રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કમો હાલમાં વિવાદમાં ઘેરાઈ ગયો છે. સબોસણ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન કિરીટ પટેલે કમા પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવ અંગે હાલમાં સૌ જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે.
આપણે જાણીએ છે જે, તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. ભાજપે કમાને સ્ટાર પ્રચારક તરીકે ઉપયોગમાં લીધો છે ત્યારે પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનુંવિવાદિત નિવેદન સામે આવ્યું છે. ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. દિવ્યાંગ કમાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે, કમો જો તમને જીતાડી શકતો હોય તો કમાને ટિકિટ આપો તેમણે પ્રહાર કરતા કહ્યું કે, કમાને ગુજરાતનો CM બનાવો એટલે ગુજરાતનો વિકાસ થશે. તેમણે જણાવ્યું કે, અમારો પણ ભાવ બોલાતો હતો પરંતું અમને ખરીદવાની કોઈની તાકાત નથી અમે વેચાઉ માલ નથી.
હાલમાં જ થોડા દિવસ પહેલા ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. ભાવનગર પશ્ચિમના વિવિધ વિસ્તારમાં કમો ખુલ્લી કારમાં ઉભો રહીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કરતો જોવા મળ્યો હતો. કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.હાલ કમાના સિતારા ફુલ જોરથી ચમકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેને લઈ રાજકારણ પણ ગરમાયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.