ગુજરાતી લોક ગાયક સાગર પટેલ માર્કેટ મા લાવ્યા નવો કમો ! જુઓ આ કમો કેવી ધુમ મચાવે
ગુજરાતમાં કમાનું નામ ઇતિહાસના પન્ને લખાશે. આપણે જાણીએ છે કે, જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કમાનું નામ ચર્ચામાં રહે છે. કોઠારીયા નો કમો તો એક જ હતો પરંતુ આજે ગુજરાતમાં અને દેશ વિદેશમાં કમા ના નામના અનેક ડુપ્લીકેટ કમાઓ લોકપ્રિયતા માટે કમળોની જેમ ખીલી પડ્યા છે. આપણે જાણીએ છે કે, જ્યારે કોઠારીયામાં લોક ડાયરો યોજાયો હતો ત્યારે કીર્તિદાન ગઢવીએ કમાનો હાથ ઝાલ્યો ત્યારથી જ ગુજરાતમાં કમાના નામની બોલબાલા ચાલી રહી છે.
View this post on Instagram
ખરેખર કમો રાતો રાત સ્ટાર બની ગયેલ અને સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં યોજાતા કાર્યક્રમમાં હાજરી આપવા લાગ્યો હતો અને નવરાત્રીમાં તો નવે નવ દિવસ કમાનું બુકિંગ થઈ ગયું અને એનાથી વિશેષ એ વાત કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પણ કમાને સ્ટેજ શેર કર્યું હતું. કમો તો અમર થઈ ગયો પરંતુ બીજા અન્ય કલાકારો પણ કમાના નામથી લોકપ્રિયતા અને પ્રેક્ષકો મેળવવા માંગે છે.
View this post on Instagram
કમો તો હવે લોક ડાયરાનો એવો ચહેરો બની ગયો કે એના વિના તો હવે ડાયરા પણ સુના લાગે. કીર્તિદાન ગઢવીએ કમા પ્રત્યે જે લાગણી રાખી ત્યારબાદ કમો ગુજરાતી થી લઈને કેનેડા અમે અમેરિકામાં પણ લોકપ્રિય બની ગયો. હાલમાં જ કીર્તિદાન ગઢવી કેનેડામાં અમેરિકાનો કમો લઇ આવ્યા હતા અને આ કમો પણ મૂળ ગુજરાતનો હતો અને તેનું નામ મહેશ પટેલ હતું. કીર્તિદાન બાદ કીર્તિ પટેલ પણ માર્કેટમાં નવો કમો લઈ આવી હતી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી લોકોનું મનોરંજન કર્યું હતું.
ગુજરાતના લોકપ્રિય સાગર પટેલ પણ માર્કેટમાં નવો કમો લઈને આવ્યા છે. સોશીયલ મીડિયામાં એક રિલ્સ વાયરલ થઈ રહી છે, આ વીડિયોમાં જોઈ શકો છો કે ડુપ્લીકેટ કમો કમાની જેમ જ બોલે છે કે, ભારત માતાની કી જય અને પછી મોદી સાહેબની જેમ ભાઈઓ બહેનો બોલે છે. આ ડુપ્લીકેટ કમો જોઈને અનેક લોકોએ આનંદ માણ્યો હતો. આ દ્રશ્યો જોઈને એટલું તો કહી શકાય કે ગુજરાતનાં કમો એક બ્રાન્ડ બની ગયો છે, જેના નામથી લોકોની લાઇનો લાગે તેમજ રસિયો રૂપાળો રંગ રેલીયો તો આજે ગુજરાતીઓના હૈયામાં વસી ગયું છે.