જુઓ કમા નો પ્રથમ વિડીઓ જયારે બાદ કમા નુ આખા ગુજરાત મા હાલી ગયું ! વિડીઓ જોઈ દિલ ખુશ થઈ જશે
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કમાની ચર્ચાઓ થઈ રહી છે. કમો એક એવો મનોદિવ્યાંગ વ્યક્તિ છે જેને આટલી લોકચાહના મળી તેમજ કમા થકી તેનું મનપસંદ ગીત પણ આજે ગુજરાતીઓના હૈયામાં વસી ગયું છે. અત્યાર સુધી તમે કમાન વર્તમાન વિશે તો જાણી ગયા છો કે, હાલમાં કમાનું જીવન પહેલા કરતા વધુ વૈભવશાળી બની ગયું છે અને વિશ્વભરમાં તેની ઓળખાણ બની ગઈ છે. ચાલો ત્યારે કમાના ભૂતકાળમાં જઈએ.
આપણે એ દિવસને અને એ ઘટનાને ફરી નિહાળીએ. તમને સૌ કોઈને યાદ હશે કે, કીર્તિદાન ગઢવીના સ્વરે ગવાયેલ રસિયો રૂપાડો રંગ રેલીયો ગીત પર કમાએ ડાન્સ કર્યો હતો અને ત્યારબાદ સ્ટેજ પરથી કીર્તિદાન ગઢવી કમાનું સન્માન કરેલ અને 2000ની નોટ ભેટ રૂપે આપી હતી. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.સુરેન્દ્રનગરના કોઠારીયા ગામમાં વજા ભગતના આશ્રમમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું હતું. દરમિયાન એક દિવસ રાત્રે કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ હતો.
કીર્તિદાન ગઢવી એ ડાયરામાં કથાકાર જિગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન ‘ઘરે જાવું ગમતું નથી’ ગાયું હતું. આ સાંભળીને ડાયરામાં હાજર એક એવો મનોદિવ્યાંગ જેને કોઈ ઓળખતું ન હતું અને જે ઓળખતા હશે એ લોકો પણ ભાગ્યે જ તેને બોલાવતા હશે. આ ગીત ગુંજતા જ કમો ઉર્ફે કમલેશભાઈ મોજમાં આવી ગયા હતા અને આસપાસની દુનિયાને ભૂલીને પોતાની જ મસ્તીમાં નાચવા લાગ્યા હતો. આ વીડિયો તમે જોઈ શકો છો કે, રમુજી અંદાજમાં ભક્તિમાં લીન થઈને કમો નાચવા લાગ્યો હતો.
આ દરમિયાન જ કીર્તિદાન ગઢવીનું તેની તરફ ધ્યાન ગયું હતું. તેમણે તેને બોલાવીને નામ પૂછ્યું હતું. બાદમાં તે દિવ્યાંગ હોવાની જાણ કીર્તિદાનને થઈ હતી. કમાથી ખુશ થઈને કીર્તિદાને તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. કમાનો કીર્તિદાન સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેની લોકપ્રિયતા વધવા લાગી હતી અને બસ ત્યારબાદ થી આજે સોશીયલ મીડિયામાં કમો છવાયેલ છે. ગુજરાતનાં મોટા કલાકારો ની લોકપ્રિયતા કમાં સામે ઓછેરી લાગે.
કમાં અંગે ટૂંકમાં જાણીએ તો કમો મૂળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઈ છે. તેમના ત્રણ દીકરા છે અને કમો તેમાં સૌથી નાનો છે. કમો જન્મજાત દિવ્યાંગ હોવા છતાં તેના માતાપિતાએ તેનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કર્યો છે. બાળપણથી જ કમો ખૂબ ધાર્મિક અને સેવાભાવી છે. નાનો હતો ત્યારથી જ વજા ભગતના આશ્રમમાં આવતા શ્રદ્ધાળુઓને ચા-પાણી પીવડાવતો હતો. કમાને રામાપીરના આખ્યાનો તેમજ ભજનનો શોખ હોવાથી ગામમાં આવો કોઈપણ કાર્યક્રમ હોય ત્યાં તે ચોક્કસથી હાજરી પૂરાવતો.
કમો હાલમાં સેલિબ્રેટી બની ગયો છે અને સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં પોતે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી છે અને તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે. હાલમાં તો નવરાત્રીમાં અલગ અલગ શહેરમાં કમો હાજરી આપી રહ્યો છે. ખરેખર કમાનું નસીબ કેવું કે, માટે એક ગીત અને કીર્તિદાનભાઈએ બોલેલ મીઠા બે વેણથી તેનું જીવન બદલાઈ ગયું. આ બ્લોગ સાથે આપેલ વીડિયો જોઈ લેજો, તમને કમાની લોકપ્રિયતાનું કારણ સમજાય જશે.