પત્ની સાથે તલાક લઈને 30 વર્ષ નાની કંગના સાથે ફેરા ફરશે અનીલ કપુર?? જાણો શુ છે હકીકત
હાલમાં બોલીવુડમાં સૌથી કોઈ ચર્ચિત અભિનેત્રી જો કોઈ હોય તો તે છે, કંગના!આપણે કંગના વિશે તો જાણીએ છે કે, તે ચર્ચાનો વિષય બનતી જ રહે છે. હા એક વાત એ સત્ય છે કે, બોલીવુડમાં કંગનું પ્રભુત્વ છે અને પોતાની અભિનયની કળા થી રાષ્ટ્રીય પુરસ્કાર થી લઈને પદ્મશ્રી એવોર્ડ મેળવેલ છે. ત્યારે હાલમાં ફરી એક વખત કંગના અનિલ કપૂર સાથે ચર્ચાનો વિષય બની છે.સૂત્રો મુજબ કંગના અને અનિલ કપૂર લગ્ન કરશે!
હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, અનિલ કપૂર પોતાની પત્નીને છુટાછેડા આપીને પોતાથી 30 વર્ષની નાની ઉંમરની કંગના સાથે લગ્ન કરશે! અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે આ વાત સાચી છે કે, નહીં! એક વાત એ પણ છે કે, આ ફિલ્મ જગત છે જ્યાં કંઈ પણ થઈ શકે છે. અહીંયા સંબંધો બાંધતા અને તોડતા વાર નથી લાગતી. ચાલો અમે ત્યારે આપને આ ઘટના વિશે સંપૂર્ણ હકીકત જણાવીએ.
તમને જણાવી દઈએ કે અનિલ કપૂર અને સુનીતા કપૂરના લગ્ન 1984માં થયા હતા. બંને 38 વર્ષથી સાથે છે. ઘણી મીડિયા રીપોસ્ટમાં એવી અટકળો પણ છે કે અનિલ કપૂર હવે તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે અને કંગના રનૌત સાથે લગ્ન કરી શકે છે. જોકે, સત્ય કંઈક બીજું જ છે. આ બધું ‘કોફી વિથ કરણ’ ની સીઝન 3 થી પ્રકાશમાં આવ્યું, જે બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.આ એપિસોડ 12 ડિસેમ્બર, 2010ના રોજ પ્રસારિત થયો હતો. તે એપિસોડમાં અનિલ કપૂર ઉપરાંત સંજય દત્ત અને કંગના રનૌત પણ આવ્યા હતા.
આમાં, ‘રેપિડ ફાયર રાઉન્ડ’માં, અનિલ કપૂરને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ મહિલા છે, જેના માટે તે પોતાની પત્નીને પણ છોડી શકે છે. આ પછી અનિલ કપૂરે કંગના રનૌત તરફ જોયું અને તેનું નામ લીધું. આથી અનિલ અને સુનીતા કપૂરના અલગ થવાના અહેવાલો સાચા નથી.આ વીડિયોના આધારે અટકળો ચાલી રહી છે, જેમાં તેણે મજાકમાં આ વાત કહી છે. ખરેખર બોલીવુડમાં અફવા ફેલાતા વાર નથી લાગતી જેટલી ફિલ્મો હિટ થાય છે.
1984માં જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે સુનીતા કપૂરની મોડલ હતી અને તેના પિતા બેંકર હતા. અનિલ કપૂર તે સમયે બોલિવૂડમાં પગ જમાવવાની કોશિશ કરી રહ્યો હતો. હવે સુનીતા કપૂર કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે સક્રિય રહે છે. બે દીકરીઓ સોનમ કપૂર અને રિયા કપૂર સિવાય તેમને એક દીકરો હર્ષવર્ધન કપૂર પણ છે. જ્યાં સોનમ અભિનેત્રી છે તો રિયા નિર્માતા છે અને હાલમાં તેઓ સૌ વૈભવશાળી જીવન વિતાવી રહ્યા છે અને કંગના પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યારે આવી અફવા તેમને કંઈ સ્પર્શી શકતી નથી.