અંબાણી પરિવારમાં કંકુ છાટીને લખાઈ ગઇ કંકોત્રી! આ તારીખે અનંત અને રાધિકા બંધાશે લગ્નના બંધને, જુઓ ગોલ્ડ બોર્ડર વાળી લગ્નની કંકોત્રી આવી સામે…
ટૂંક સમયમાં અંબાણી પરિવારના આંગણે લગ્નના મંડપ રોપાશે કારણ કે, અનંત અને રાધિકાના લગ્નની કંકોત્રીઓ લખાઈ ગઈ છે. હાલમાં જ આ લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ લગ્નની કંકોત્રી ખુબ જ સુંદર અને આધ્યાત્મિક છે. ચાલો અમે આપને જણાવીએ કે આ લગ્ન ક્યાં થવાના છે? સૌથી ખાસ વાત એ છે કે, આ ભવ્ય લગ્નોત્સવ અંબાણી પરિવારના એન્ટિલિયા હાઉસમાં નહીં યોજાય પરંતુ એક ખાસ જગ્યાએ લગ્ન સમારોહ યોજાશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઈશા અને આકાશના લગ્ન એન્ટિલિયા હાઉસમાં થયા હતા પરંતુ અનંત અને રાધિકાના લગ્ન જીઑ સેન્ટરમાં થશે.ચાલો અમે આપને જણાવી કે આ લગ્ન ક્યારે યોજાશે? તમને જણાવી દઈએ કે, લગ્નની શરણાઈના સૂર તા 12મી જુલાઈ 2024ના રોજ વાગશે. હાલમાં પ્રી-વેડિંગ પાર્ટી 29મી મે 2024થી ક્રૂઝ પર શરૂ થઈ છે, ત્યારે જ આ દરમિયાન અનંતના લગ્નનું આમંત્રણ કાર્ડ સામે આવ્યું છે.
હાલમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીની ઝલક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન કપલના લગ્નના કાર્ડની પ્રથમ ઝલક સામે આવી છે. લગ્નના કાર્ડમાં સ્થળની સાથે તેમના લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. લગ્નના કાર્ડ મુજબ, લગ્ન 12 જુલાઈ, 2024ના રોજ મુંબઈના BKCમાં ‘Jio વર્લ્ડ સેન્ટર’માં થશે. અંબાણી પરિવારના અન્ય લગ્નોની જેમ આ લગ્ન પણ પરંપરાગત હિંદુ વૈદિક રિવાજો મુજબ ભવ્ય રીતે યોજાશે.
કાર્ડની વાત કરીએ તો તેને રેડ અને ગોલ્ડન કલરના કોમ્બિનેશનમાં તૈયાર કરવામાં આવ્યું છે. લગ્ન સમારોહ 3 દિવસ સુધી ચાલશે, જેમાં તમામ ધાર્મિક વિધિઓ થશે. લગ્ન 12 જુલાઈ શુક્રવારના રોજ થશે. આ પછી, 13મી જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ કાર્યક્રમ થશે, જેમાં ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક હશે. તે જ સમયે, ‘મંગલ ઉત્સવ’ અથવા લગ્નનું રિસેપ્શન સમારંભના છેલ્લા દિવસે એટલે કે 14મી જુલાઈ 2024ના રોજ થશે. કાર્ડમાં લખ્યું છે કે રિસેપ્શનનો ડ્રેસ કોડ ઈન્ડિયન ચિક હશે. લગ્નની તમામ વિધિ માત્ર Jio વર્લ્ડ સેન્ટરમાં જ થશે. વિશ્વભરના તમામ લોકોની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.