GujaratViral video

કેદારનાથ ધામમાં ગુજરાતીઓ એવી રીતે ગરબા રમ્યા કે સૌ કોઈ જોતું જ રહી ગયું ! વિડીયો જોઈ તમે પણ કેશો “હા આપણા ગુજરાતીઓ…

મિત્રો હાલના સમયમાં ખબર જ હશે કે નવરાત્રીને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહી ગયા છે એવામાં આખા ગુજરાત રાજ્યની અંદર આ તહેવારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આપણા ગુજરાત રાજ્યનો આ એક એવો તહેવાર છે જેને નાનાથી લઈને મોટા ઉંમરના લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવતો હોય છે.

તમને ખબર જ હશે કે આપણે ત્યાં ઠેર ઠેર શેરી ગરબા તથા મોટા પાયે પર ગરબા રમાતા હોય છે જ્યા ખેલૈયાઓ ખુબ આનંદિત થઈને ગરબે ઘુમતા હોય છે જયારે માતાજીના આ નવ દિવસોમાં લોકો માતાના દર્શને જતા હોય છે, ચોટીલા અંબાજી જેવા અનેક માતાજીના સ્થળો પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ખુબ જ અદભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખુબ જ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ત્રણ ખેલૈયાઓ છે જે કેદારનાથ મંદિરની સામે ખુબ જ સરસ રીતે ગરબા રમતા જોવા મળી રહ્યા છે, વિડીયો વાયરલ થતા સૌ કોઈ મોજમાં પડી ગયું હતું, એટલું જ નહીં લોકોએ ખુબ સરસ સરસ કમેન્ટ પણ કરી હતી જેમાં એક વ્યક્તિએ લખ્યું હતું કે કેદારનાથમાં જઈને પણ ગરબા કરે તે આપણા ગુજરાતી.

ખરેખર મિત્રો કેદારનાથ મહાદેવના દર્શને જાવું તે સૌ કોઈનું સપનું હોય છે જેને ઘણા ઓછા લોકો પૂર્ણ કરી શકતા હોય છે એવામાં મિત્રોના આ ગ્રુપનું જાણે સપનું પૂર્ણ થયું હોય તેવું વિડીયો જોતા લાગી રહ્યું છે, આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. હાલ તો આ વિડીયો પર અત્યાર સુધી લાખો વ્યવસ આવી ચુક્યા છે અને 80 હજાર કરતા પણ વધારે લાઈક આવી ચૂકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!