ભગવાન આવો ભાઈ કોઈ ને નો દે ! ભાઈ એ બહેન સાથે કર્યુ, જુવો cctv મા..
ભાઈ બહેનો સંબંધ દુનિયામાં સૌથી અતૂટ અને પવિત્ર ગણવામાં આવ્યો છે. પરતું ક્યારેક ભાઈ-બહેન એવા અનેક કિસ્સાઓ બનતા હોય છે, જે આપને સૌને ચોંકાવી દેતા હોય છે. હાલમાં જ એક ભાઈ પોતાની સગી બહેન ને રક્ષાબંધન પહેલા જ અપહરણ કરી દીધું. તમને આ વાત જાણીને આશ્ર્ચર્ય થશે કે, આખરે એક ભાઈ આવું કંઈ રીતે કરી શકે છે. ચાલો અમે આપને આ ઘટના વિશે વિસ્તુત માહિતીઓ જણાવીએ.
હાલમાં જ રાજકોટ શહેરમાં ર પ્રેમ વિવાહ કરેલી બહેનનું સગા ભાઇએ જ અપહરણ કર્યું હોવાની ઘટના સીસીટીવી ફુટેજમાંકેદ થઈ હતી. આ ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ત્યારે આ સમગ્ર ઘટના વાયુવેગે પ્રસરી રહી છે. રાજકોટ શહેરના આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા દ્વારકેશ પાર્ક શેરી નંબર 7 સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા દીપેશ ખીમજીભાઈ પંચાસરા નામના યુવકે પોતાના સાળા અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોતાની પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ દ્વારા આઈપીસીની કલમ 365, 451 120(b)મુજબ કાવતરું ઘડી ગુનાહિતની ફરિયાદ નોંધી છે.યુવકે પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 13મી મેના રોજ મેં વડીયા ખાતે મોટી પાનેલીની પત્ની ઉર્મિલા જસાભાઈ સરેણા સાથે પ્રેમ વિવાહ કર્યા છે. મારો સાળો નિતીન અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીપુર્વક મારી પત્ની ઉર્મિલા ને ઈકો ગાડીમાં બેસાડીને લઈ ગયા છે.
આ પહેલા મારા સાળા નીતિને મને અગાઉ ધમકી પણ આપી હતી કે, હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉં અને તેને મારી સાથે લઈ જઈશ.મારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારી પત્ની ઉર્મિલા નું અપહરણ કર્યું છે તાત્કાલીક અસરથી યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીઓને સકંજામાં લઇ ઉર્મિલા ને મુક્ત કરાવવામાં આવી છે. ખરેખર આજના સમયમાં આવી ઘટના બનવી એ ચોંકાવનારી અને શીખ આપે છે.પ્રેમલગ્ન કર્યા બાદ અનેકવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.