Entertainment

રસિક દવે અંતિમ શ્વાસ લેતા સમયે પત્ની કેતકી દવેને જણાવી પોતાની અંતિમ ઈચ્છા! કહ્યું કે મારા ગયા પછી તું….

આજનો દિવસ ગુજરાતી સિનેમા માટે ખૂબ જ દુઃખ દાયક રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજ રોજ ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશીનાં જમાઈ અને કેતકી દવેના પતિ રસિક દવે આ દુનિયામાંથી વિદાય લીધી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે 65 વર્ષીય અભિનેતાનું શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ કિડની ફેઈલ થતાં અવસાન થયું હતું. છેલ્લા બે વર્ષથી રસિક દવે ડાયાલિસિસ પર હતા. રસિક દવેના નિધન બાદ પત્ની કેતકી, દીકરી રિદ્ધિ અને દીકરો અભિષેક એકલાં પડી ગયા છે.

આજના દિવસે રસિક દવેના અંતિમ સંસ્કાર શનિવારે સવારે કરવામાં આવ્યા છે. આ અંતિમ વિધિમાં દરેક કલાકારો અને સંબંધીઓએ હાજરી આપી હતી.આ દરમિયાન જ ‘અનુપમા’ સીરિયલમાં બાના રોલમાં જોવા મળતા અભિનેત્રી અલ્પના બુચ એ જણાવ્યું હતું કે, છેલ્લા શ્વાસ લેતા પહેલા રસિક દવેએ પત્નીને શું કહ્યું હતું. આ વાત જાણીને તમારું હૈયું ભરાઈ જશે. ખરેખર આવું એક માત્ર કલાકાર જ કરી શકે છે.

રસિક દવે છેલ્લા શ્વાસ લેતા પહેલા કેટકીને કહ્યુ ‘હું જતો રહું તો પણ તું અટકતી નહીં. તું આગળ વધજે અને આ નાટક ભજવજે'”, આ વાત એટલા માટે કરી કારણ કે કેતકી દવે હાલમાં એક નાટકમાં કામ કરી રહી હતી. ખરેખર કેતકી દવે અને રસિક દવેનો પ્રેમ અતૂટ અને અમૂલ્ય કહેવાય. અંતિમ સમયે તેમને પોતાની પત્નીના અભિનય વિશે જ વિચાર્યું.

અલ્પના બુચે જણાવેલ કે કેતકીને જોઈ અને મારું દિલ કકળી ઉઠ્યું. તે ખૂબ મજબૂત મહિલા છે અને બધું જ ખૂબ શાંતિથી સંભાળી રહી હતી. તેમજ પોતાની રસીક દવે સાથેની વાત શેર કરતા જણાવેલ કે, અમે કેટલીય એડ કોમર્શિયલમાં સાથે કામ કર્યું છે.

અમે ટીવી શો ‘રૂપ: મર્દ કા નયા સ્વરૂપ’માં પણ સાથે કામ કર્યું હતું. આ સીરિયલમાં તેઓ મારા પતિના રોલમાં હતા. આ સિવાય તેઓ ગુજરાતી નાટકોમાં પણ સક્રિય હતા.અમે થિયેટરના કલાકારો એક મોટા પરિવાર જેવા છીએ અને એકબીજાને સારી રીતે જાણીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!