Viral video

પિંજરા માં પુરાયેલા પક્ષીઓ ને જોઈ ખજુરભાઈ આ જ કર્યું જાણી ને સલામ કારસો ! વિડિઓ જોઈ આંખો માં આંસુ આવી જશે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખજૂર ભાઈ ગુજરાત ઘરમાં એક આખું સ્થાન ધરાવે છે તેમણે માત્ર માનવસેવા જ નહીં પરંતુ જીવ દયાનું પણ એક ઉત્તમ કાર્ય કરી બતાવ્યું છે. આપણે સૌ એ તો જાણીએ છીએ કે માનવસેવા એ જ પ્રભુ સેવા છે પરંતુ આ જગતમાં દરેક જીવ પ્રત્યે આદર્શ ભાવ અને કરુણતા દાખવી એ જ એક માનવી તરીકે આપણું કર્તવ્ય પણ છે.હાલમાં જ ખજૂર ભાઈનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયો છે સામાન્ય પરંતુ દરેક વ્યક્તિને ખૂબ જ સારો એવો સંદેશો આપી રહી છે આપી રહ્યો છે..

આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈ પોતાની કામગીરીને લીધે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેમને ભગવાનનું બિરુદ પણ આપી રહ્યા છે આમ પણ કહેવાય છે ને આ જગતમાં માનવસેવા કરવી એ સૌથી કઠિન કાર્ય છે. આજે લોકો એક રૂપિયો પણ આપી નથી શકતા, ત્યારે ખજરો ભાઈ ખજૂર ભાઈ લાખો રૂપિયા લોકો માટે ખર્ચી રહ્યા છે. ત્યારે એનાથી મોટી બીજી વાત કઈ કહી શકાય? ખજૂર ભાઈએ નિરાધારનોઆધાર બન્યા છે અને ગરીબ લોકો માટે ભગવાનરૂપ બન્યા છે.

હાલમાં ખજૂર ભાઈએ એક ઉત્તમ કાર્ય કરી બતાવ્યું જે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ આપણને રીતે બંધક બનીને રહેવું પસંદ નથી, ત્યારે વિચાર કરો કે અસંખ્ય પક્ષીઓ જેને આપણે પિંજરામાં કેદ કરીને રાખીએ છીએ એ પણ માત્ર અને માત્ર આપણા મનોરંજન માટે અને નિજાનંદ માટે તેમને પાડીએ છીએ અને પિંજરામાં રાખે છે. શુંપક્ષીઓને પિંજરામાં રહેવું ગમતું હશે આ પ્રશ્નનો જવાબ ખજૂર ભાઈ આપને બતાવે છે. .હાલમાં જ ખજૂર ભાઈ એક વિડીયો મુક્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પેટ્રોલ પંપ પર બે છોકરાઓ કબૂતરોને લઈને જઈ રહ્યા છીએ આ તમામ કબૂતરો એક પિંજરામાં કેદ હતા.

આ પિંજરા ની અંદર 10 થી 15 કબૂતરો તો હશે જ આ જોઈને ખજુરભાઈએ તેમનો પીછો કર્યો અને રસ્તામાં તેમને ઉભા રાખ્યા. ત્યારબાદ તેમને પૂછ્યું કે આ કબૂતરો મારે લેવા છે તો એક કબૂતરનો ભાવ કહો અને એ બાળ એ બંને છોકરાઓએ કબુતર નો ભાવ પણ કર્યો પરંતુ કહ્યું કે, આ અમારા નથી પણ મારા મિત્રના છે એટલે ખજૂર ભાઈ તેમની સાથે વાત કરી અને તેમની પાસેથી તમામ કબૂતરો ખરીદી લીધા અને તમામ કબૂતરો ઉળાડવા જ ખરીદ્યા હતા અને આખરે ખજૂર ભાઈ આ વિડીયોના અંતમાં કહ્યું કે, જે લોકો પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે તેમને મારી વિનંતી છે કે તમે પક્ષીઓની આઝાદ કરી દો કારણ કે દરેક જીવને ઉડવાનો અધિકાર છે એમનું ઘરે આકાશ છે ના કે પિંજરૂ ખરેખર ખજૂર ભાઈ ની વાત અને ખજુરભાઈ નું આ કાર્ય આપણા સૌ કોઈ માટે એક સરહાનિયા અને એક પ્રેરણાદાયી કાર્ય બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!