દાદા એ એવી વાત કહી કે ખજુરભાઈ ધૃસકે ને ધૃસકે રડી પડ્યા અને પછી…
આપણે સૌ જાણીએ છીએ કે ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની અને તેમની ટીમ છેલ્લા 2 મહિના થી સતત એવા લોકો ને ઘર બનાવી ને આપી રહ્યા છે કે જેવો નીરાધાર છે અને ઘર બનાવવા માટે રુપીયા નથી અથવા સાવ ગરીબ છે. જયાર થી વાવાઝોડું આવ્યુ ત્યાર થી અત્યાર સુધી અનેક લોકો ને ઘર બનાવી આપ્યા છે.
ખજુરભાઈ ને જયારે કોઈ પાસે થી માહિતી મળે છે કે આ જગ્યા પર ઘર બનાવવા ની જરુર છે ત્યારે તેવો પહેલા મુલાકાત લઈ ને જોઈ આવે છે અને વાસ્તવિક પરિસ્થિતિ શુ છે તે જોવે છે અને બાદ મા ઘર બનાવવા નુ કામ ચાલુ કરે છે. જયારે જ એક દાદા ની વાત નજર મા આવતા નીતીનભાઈ જાની તેની મુલાકાતે સાંવરકુંડલા ના થોરડી ગામે પહોંચ્યા હતા. જયા દાદા નુ ઘર જોયું
દાદા ના ઘર ની હાલત જોઈએ તો સાવ મકાન પડી ગયેલુ અને સામાન પણ વેર વિખેર હતો અને છત પર પતરા પણ નહોતા. જયારે દાદા સાથે ખજુરભાઈ એ વાત કરવાનું ચાલુ કર્યુ તો દાદા ધૃસકે ને ધૃસકે રડવા લાગ્યા હતા અને પોતાનુ દુખ ખજુરભાઈ ને કીધું હતુ. દાદા એ જણાવ્યું હતુ કે મારી સંભાળ લેવા વાળુ કોઈ નથી. અને કોઈ સગા વ્હાલા પણ મદદે નથી આવતા.
આ ઉપરાંત દાદા એ જયારે પોતને પડતી દરેક મુશ્કેલી ખજુરભાઈ ને કીધી ત્યારે ખજુરભાઈ પણ ધૃસકે ને ધૃસકે રડી પડયા હતા. દાદા એ કીધું હતુ કે મારું દુખ આજ સુધી કોઈ ને નથી કીધું પણ આપને કહુ છુ. અને તમે ભગવાન નુ સ્વરુપ છો અને હુ તમારી રાહ જોતો હતો.
ખુજરભાઈ એ દાદા ને જણાવ્યું હતુ કે તેમનુ ઘર તેવો બે દિવસ મા જ બનાવી દેશ અને બીજી કાઈ પણ જરુરીયાત હશે તો તે ખજુરભાઈ પુરી કરશે તેવુ આશ્વાસન પણ આપ્યુ હતુ.