Viral video

ખજુર ભાઈ એ રસ્તા કચરો વીણતા વૃદ્ધાની એવી મદદ કરી કે, તમે ખજુર ભાઈને દિલથી સલામ કરશો…જુઓ વિડિયો

ગુજરાતના લોક સેવક અને સોશિયલ મીડિયા સ્ટાર ખજૂર ભાઈ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ માટે મોખરે હોય છે. તેમની દયાળુતા અને સહાનુભૂતિના કારણે તેઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અનેક લોકોને ઘરનું ઘર બનાવી આપનાર ખજુર ભાઈ હમેશાં લોકોનુ દિલ જીતી લે છે.

હાલમાં જ એક વિડિયો વાયરલ થયો છે, જેમાં ખજૂર ભાઈ એક 90 વર્ષની વૃદ્ધાની મદદ કરતા જોવા મળે છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે રાજકોટ શહેરના રસ્તાઓ પર એક 90 વર્ષના શાતુબેન કચરો વીણી રહ્યા હતા. આ જોઇને ખજૂર ભાઈ તેમની પાસે જાય છે અને તેમના ઘરની પરિસ્થિતિ વિશે જાણીને તેમને મદદ માટે 20000 રૂપિયા રોકડા હાથમાં આપે છે. તેમજ ખજૂર ભાઈ પોતાની ગાડીમાં માજીને બેસાડીને તેમને ઘરે મૂકવા જાય છે.

આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ખજૂર ભાઈની દયાળુતા અને સહાનુભૂતિની પ્રશંસા કરી રહ્યા છે. તેમણે એક 90 વર્ષની વૃદ્ધાની જે મદદ કરી છે તે એક દાખલો છે કે આપણે બધાએ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી જોઈએ.

ખજૂર ભાઈની આ કૃતિ દરેકને પ્રેરણા આપે છે. તેમણે આપણને બધાને એક સંદેશ આપ્યો છે કે આપણે બધાએ એકબીજાની મદદ કરવી જોઈએ, ભલે તે કોઈ પણ હોય. ખરેખર ખજુર ભાઈના કાર્યને વંદન છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!