જો તમે પણ શિયાળામાં રોજ ખજુર ખાતા હોઈ તો આ વાત જાણી લેવી જોઈએ ! ફાયદા ની સાથે નુકશાન…
આપણે સૌ જાણીએ છીએ કે, હાલ શિયાળા ની ઋતુ ચાલી રહી છે, શિયાળા ની ઠંડી ઋતુ માં લોકોને સારી સારી વસ્તુ ખાવાનું મન થાય છે, અને શિયાળામાં લોકોને ભૂખ પણ વધારે પ્રમાણમાં લાગે છે, અને સારી ગરમ ગરમ વસ્તુ ખાવાનું મન થાય છે, આપણે સૌ જાણીએ છીએ કે દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ શાકભાજી, ફ્રુટ્સ અને ડ્રાયફ્રુટ્સ આવતા હોઈ છે, અને લોકો ઋતુ પ્રમાણે તે ખાતા હોઈ છે. અને ઋતુ પ્રમાણે તે શરીર માટે ખુબજ ફાયદાકારક હોઈ છે.
આજે આપણે વાત કરવાના છીએ ખજુર ની ખજુર કે જે મોટાભાગ ના લોકોને ખુબજ ભાવતી વસ્તુ છે, ખજુર ની અંદર ડાયટ્રી ફાયબર, કાયબ્રોહાઈડ્રેટસ, પ્રોટીન, વિટામીન બી-૬, આયરન જેવા ઘણા સારા તત્વો નો સમાવેશ થાય છે. અને આમ જોઈએ તો આ તત્વો ને કારણે ખજુર શરીર ની સેહત માટે સારો કહેવાય છે, અને ખજુર દૂધ સાથે ખાઈએ તો એ આપણી પાચન શક્તિ માં વધારો કરે છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
આપણે સૌ જાણીએ છીએ કે બધી વસ્તુ ખાવાની એક લીમીટ હોઈ છે, તેવીજ રીતે ખજુર પણ ખાવામાં ફાયદાકારક જ છે, પરંતુ જો ૫ થી વધારે ખજુર દિવસમાં વધારે ખાઈએ તો તે આપણા સ્વસ્થ્ય ને ઘણીવાર નુકશાન કારક બને છે. મળતી માહિતી અનુસાર આ રીસર્ચ આર્યુંવેદાચાર્ય ડો.એ કે મિશ્રા એ કહ્યું હતું કે વધારે પ્રમાણમાં ખજુર શરીર માટે હાનિકારક છે. વાત કરીએ તો બજારમાં મળતા ખજુર કે જેણે લાંબા સમય સુધી સાચવી રાખવા તેના પર સલ્ફાઈડ કેમિકલ રાખવામાં આવે છે,
તેનાથી બેક્ટેરિયા દુર રહે છે, પરંતુ એ ખજુર ખાવાથી ઘણીવાર પેટ નો દુખાવો, ગેસ ની તફલીફ અને ડાયરિયા જેવા રોગ થવાની શક્યતા વધે છે. અને વધારે પ્રમાણમાં ખજુર ખાવાથી શરીર ની ચરબી પણ વધે છે. કારણ કે ખજુર ની અંદર કેલેરી નું પ્રમાણ વધાર હોઈ છે, તેથી વજન વધવાની શક્યતા વધારે હોઈ છે, અને ખજુર કુદરતી રીતે સ્વાદ માં મીઠું હોઈ છે, તેથી વધારે ખાવાથી ડાયાબીટીસ અને બ્લડપ્રેશર વધવાની પણ શક્યતા વધી જાય છે.
મહત્વની વાત કરીએ તો નાના બાળકો માટે ખજુર નું સેવન નુકશાનકારક સાબિત થાય છે, કારણ કે ખજુર એક મોટું ડ્રાયફ્રુટ છે, અને બાળક તેને સરળતાથી પચાવી શકતું નથી, તેના કારણે બાળકને પેટ સબંધી ઘણી સમસ્યાઓ વધી શકે છે, એવું નથી કે ખજુર નુકશાન કારક છે, ઓછી માત્રામાં ખાવાથી તેનું કોઈ નુકશાન થતું નથી.