ગરીબોના દુઃખ હરનાર એવા ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે આવી રીતે કરી ભગવાન શિવની પૂજા ! જુઓ આ વિડીયો
હાલ મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એવામાં આખા ભારતની અંદર ભગવાન મહાદેવના આ માસની ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર લોકો ‘બમ બમ ભોલે’ ના નાદ સાથે ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. અનેક જગ્યાએ ભગવાન શિવની પૂજા કરવામાં આવી રહી છે અને અનેક સ્થાનોએ હવન તથા યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે.
સામાન્ય લોકોએ તો આ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરી જ રહ્યા છે પણ સાથો સાથ મોટા મોટા કલાકરો તથા જાણીતા લોકો પણ ભગવાન શિવની પૂજા આરાધના કરી રહ્યા છે. એવામાં ગરબી લોકોના ભગવાન ગણાતા એવા ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે મહાશીવરાત્રીની ઉજવણી કરી કરી હતી તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખજુરભાઈને હાલના સમયમાં તમે જાણતા જ હશો કે હાલ તેઓ ગામે ગામે જઈને અનેક નિરાધાર લોકો તથા ગરીબ લોકોની મદદ કરીને અનેરી સમાજસેવાનું ઉદાહરણ આપી રહ્યા છે, હજી થોડા સમય પેહલા જ તેઓની મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ પણ થઇ ચુકી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી હતી. હાલ ખજુરભાઈની ભાવિ પત્ની એવા મીનાક્ષીબેને એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેઓ ખજુરભાઈ સાથે મળીને ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે.
ખજુરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષીબેન સાથે મળીને ખુબ અનોખી રીતે ભગવાન શિવની પૂજા કરી હતી જેમાં તેઓએ ઘરે જ ભગવાન શિવની શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરી હતી. ખજુરભાઈના તો ચાહકો છે જ તે પરંતુ ભગવાન શિવની પૂજાનો આવો સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિવભક્તોએ પણ આ વીડિયોપર ખુબ વધારે પ્રેમ વરસાવ્યો હતો.
જ્યારથી ખજુરભાઈની સગાઈ મીનાક્ષીબેન સાથે થઇ છે ત્યારથી મીનાક્ષીબેન સોશિયલ મીડિયા પર પણ ખુબ ચર્ચાનો વિષય બની ગયા છે. અવારનવાર તેઓ ખજુરભાઈ સાથેની તસવીરો શેર કરતા જ હોય છે તો ક્યારેક રજાઓ માણતા પણ જોવા મળતા હોય છે. ખજુરભાઈના દરેક ચાહકોની મનની ઈચ્છા ફક્ત એટલી જ છે કે તેઓ હવે ક્યારે લગ્નના તાંતણે બંધાશે?
View this post on Instagram