જાહેર મંચ પર થી ખજુરભાઈ એ કર્યો હુંકાર કહી દીધી આ મોટી વાત.. જુઓ વિડીઓ
ગુજરાતમાં ચોતરફ માત્ર ખજૂર ભાઈની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે હાલમાં જ ખજૂર ભાઈનો એક સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં ખજૂર ભાઈ એવી વાત કરી છે કે, સૌ કોઈમાં હદયને સ્પર્શી જાય. ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે લોકો ખજૂર ભાઈને ભગવાન માને છે, જેનું એક માત્ર કારણ એ છે કે ખજૂર ભાઈ દિવસ રાત લોકોના ઘર બનાવીને આપી રહ્યા છે, ઘરનો આશરો એ જગતનું સૌથી મોટું સુખ છે.
આ વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, ખજૂર ભાઈ એ જાહેર મંચ પરથી હુંકાર કર્યો છે કે, ” ખજૂર ભાઈને ક્યારેય મોટું નથી થવું, તમારી હારે રહીને જ આગળ વધવું છે. પૈસા ભેગા કરવાના થાતાં જ નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૪૫ ઘર બનાવ્યાં છે. જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરું છું ત્યાં સુધી ગરીબો માટે કામ કરતો રહીશ.
ખજૂર ભાઈએ એ પણ કહ્યું કે, લોકો કહેતા હોય છે કે લોકો ખજૂર ભાઈને આટલો પ્રેમ શા માટે કરે છે? જેને ખબર ન હોય એમને કહી દઉં કે, હું જ્યાં ઘર બનાવી બનાવું છું ત્યાં જ હું દિવસ રાત રહું છું, ઘર બન્યા બાદ ઘરની પૂજા કરાવું છું, જ્યાં સુધી જેનું ઘર બનાવ્યું એ રહેવા ન આવી જાય ત્યાં સુધી હું રહું છું, આ પ્રેમ છે.
હાલમાં ખજૂર ભાઈની આ વાત ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે તેમજ લોકો ખજૂર ભાઈ પ્રત્યેની પોતાની લાગણી અને વિચારો વ્યક્ત કરી રહ્યા છે, ખજૂરભાઈ ના ચાહકો તેમને ખુબ જ સાથ સહકાર આપી રહ્યા છે.