ખજૂરભાઈ તો બાકી ખજૂરભાઈ!! ગઢડાની વિકલાંગ મહિલાને 3 મહિના પહેલા આપેલું વચન નિભાવ્યું, જાણીને તમે પણ વખાણશો…
ખજૂરભાઈને આજે સૌ કોઈ લોકો ભગવાન સમાન ગણી રહ્યા છે, આપણે જાણીએ છે કે કોરાનાકાળથી લઇને અવિરતપણે ખજૂરભાઈની સેવા ચાલુ છે. તેમણે અનેક નિરાધારોને આસરો બનાવી આપ્યો છે, અત્યાર સુધી રામ રોટલો તો સૌ કોઈએ આપ્યો પરંતુ આ જગતમાં દરેક લોકોને પોતાનું સરનામું મળે એવું ઘર ખજૂરભાઈ આપી રહ્યા છે.
હાલમાં જ ખજૂરભાઈએ ગઢડાના નિરાધાર વિકલાંગ મહિલાને પોતાનું ઘર બનાવી આપ્યું. આ મહિલા વિષે જાણીએ તો ગઢડા શહેરના બોટાદના ઝાંપા વિસ્તાર આશાબેન શેખ વિકલાંગ છે. આજથી ત્રણ મહિના પહેલાં ખજૂરભાઈએ તેમને વચન આપ્યું હતું. આખરે ખજૂરભાઈ એ એ વચન પૂરું કરી બતાવ્યું. ખજુરભાઈએ નવા મકાનમાં પૂજાઅર્ચના કરી આશાબેનને ગ્રૂહ પ્રવેશ કરાવ્યો છે.
જીવનમાં દુઃખ ગમે ત્યારે આવી જાય છે, એવી જ રીતે આજથી 7 વર્ષ પહેલા આશાબેન શેખના મણકા તુટી ગયેલા અને પેરેલીસીસ આવેલો હતો. જેથી તેઓ પથારીવસ હતા અને આ કારણોસર તેઓ ખાટલા પર સાડીના લીરા કરી અને ઉપર બાંધીને બેસતાં હતાં. કહેવાયને જેનું કોઈ નથી તેનું ભગવાન છે, ભગવાન કોઈપણ રૂપે આવીને તમારી મદદ કરે જ છે.
તેમના માતા પિતા અને ભાઈનું નિધન થતા હાલ તે એકલા જ રહે છે, આ કારણે તેમને ખજૂરભાઈ પાસે મદદ માંગી હતી. છેલ્લા ઘણા દિવસથી આશાબેનના મકાનનું કામ શરૂ હતું. આખરે તેમને જેમાં પાકું બાંધકામવાળું મકાન આજે બનાવી આપ્યું અને સાથોસાથ ઘરની અંદર ટીવી, રસોડાનો સામાન સહિતની ઘર વખરી પણ આપી ખરેખર આશા બહેનને ખજૂરભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.