ખેડાનો યુવાન પ્રતીક પટેલ યુક્રેન મા ફસાયો ! જુવો વિડીઓ ભારત સરકાર વિશે શુ શુ કીધું??
છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે છેલ્લા ચાર દિવસ થી રશીયાના રાષ્ટ્રપતિ પુતીને યુધ્ધની જાહેરાત કરી હતી અને યુક્રેન ના ઘણા ભાગો મા લશ્કરી કાર્યવાહી કરી હતી જેના કારણે હાલ યુક્રેન મા હાલ ઈમરજન્સી લાગી ગઈ છે અને અનેક સુવીધાઓ ઠપ થય ચુકી છે. અને હવાઈ યાત્રા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
જ્યારેથી રશીયા એ યુક્રેન પર ચડાઈ કરી છે ત્યાર થી યુક્રેન માથી ઘણા ભયજનક તસવીરો અને વિડીઓ આવી રહ્યા છે. ત્યારે યુક્રેન મા વસતા ભારતીયો પણ ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે ભારતના હજારો લોકો યુક્રેન મા ફસાયા છે અને જીવ તાળવે ચોટયા છે ત્યારે વિડીઓ મુકી ને સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. યુક્રેન મા ફસાયેલ લોકો મા ઘણા ગુજરાતી ઓ પણ છે.
યુક્રેન મા ફસાયેલા ભારતીયો માટે સરકાર પણ તેમને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે ખેડા જિલ્લા ના એક યુવાન નો એક વિડીઓ સામે આવ્યો હતો જેમાં યુક્રેન મા હાલ શુ પરિસ્થીતી છે તે અંગે પ્રતીક પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેમને હાલ યૂક્રેનમાં પડી રહેલી મુશ્કેલી અંગે સંપૂર્ણ વિગતો આપી. વર્ક પરમીટ પર યૂક્રેનમાં રહેલા પ્રતીક પટેલે વ્યથા જણાવતા કહ્યું કે, ભારતની એમ્બેસીનો હેલ્પલાઈન નંબર બંધ છે અને એટીએમ પણ બંધ હોવાથી હવે તેમની પાસે પૂરતા રૂપિયા નથી. પ્રતીક પટેલે વીડિયોમાં કહ્યું કે, અમે પાંચ લોકો છીએ જેમાં 1 ગર્ભવતી મહિલા પણ છે. તેની હાલત હાલ નાજુક છે.
જો પ્રતીક પટેલ ની વાત કરવામા આવે તો ખેડા જિલ્લા ના હેરંજ ગામનો યુવાન છે અને ત્રણ વર્ષ ના વર્ક વિઝાથી યુક્રેન ગયો હતો જ્યારે હવે તેના પરીવાર પાસે થી જાણવા મળ્યુ હતુ કે પ્રતીક હાલ પોલેન્ડ પહોંચી ગયો છે. છતા પરીવાર મા હજી ચિંતા નો માહોલ છે અને પરીવાર ના લોકો પ્રથના કરી રહ્યા છે કે તે જલદી ભારત પહોંચી જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પુરતા પ્રયાસ કરી રહાયા છે કે યુક્રેન મા ફસાયેલા ગુજરાતીઓ પરત લાવવા મા આવે અને આજે યુક્રેનથી 100 વિદ્યાર્થીઓ પરત આવશે. પ્રથમ રેસ્ક્યુ ફ્લાઈટ્સમાં 100 વિદ્યાર્થી આવશે. ત્યારે વિદ્યાર્થીઓને વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે.