ખોડલધામમાં ખોડિયાર જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામા આવી 9 કિલોનો ડ્રાયફ્રૂટનો હાર અને
સૌરાષ્ટ્રનું અતિ પવિત્ર ધામ એટલે કાગવડ! ગઈકાલના રોજ ખોડિયાર માતાજીની જન્મ જ્યંતી હતી ત્યારે દરેક સ્થાનકોમાં ખોડિયાર માતાજીનાં મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ખરેખર કાગવડધામમાં ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતીનો પવિત્ર દિવસ. મા ખોડલના પ્રાગટ્ય દિનની રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ 9 કિલો ડ્રાયફ્રૂટમાંથી બનાવેલો હાર મા ખોડલને પહેરાવવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતીનો દિવસ હોવાથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. હાલમાં જ ખોડલધામ નો પાટોત્સવ ઉજવાયો હતો પણ ખૂબ જ સાદગી રીતે મનાવવામાં આવ્યો હતો કારક કે કોરોના મહામારી નાં લીધે ઓનલાઈન રાખેલ.
સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગારના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. મા ખોડલના અલૌકિક દર્શનનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. મા ખોડલને કેક ધરવામાં આવી હતી. ખોડિયાર જયંતીના દિવસે ભક્તો શાંતિપૂર્ણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
ખોડલધામ મંદિરે દર વર્ષે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ખોડિયાર જયંતીના પાવન દિવસની ખોડલધામ મંદિરે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. ખોડિયાર જયંતીના અવસરે મા ખોડલને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને કાજુ, બદામ અને એલચીમાંથી બનેલો 9 કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.