Viral video

કીંજલ દવે નો આવો લુક પહેલા ક્યારે પણ નહી જોયો હોય ! વિડીઓ જોઈ લાગશે કે જાણે સ્વર્ગ માથી પરી ઉતરી હોય..

હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં એક જ વાત ચાલી રહી છે,મનડા લીધા મોહી રાજ. ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છીએ કેઝ જ્યારે ફિલ્મ પુષ્પા આવી હતી, ત્યારે દરેક લોકોનાં મોંઢે શ્રીવલ્લી સોંગ અને પુષ્પરાજ નામનો ડાયલોગ જ લોકપ્રિય બન્યો હતો. ત્યારે હાલમાં જ એક ગુજરાતી ફિલ્મ આવે છે જે ફિલ્મનું નામ છે સૈયર મોરી રે આ ફિલ્મો એક લોકપ્રિય સોંગ છે. ” ગોરી તમે મને મનડા લીધા મોહીરાજ ” આ સોંગ ઉપર અને ગુજરાતીઓ એવા ગાંડા ઘેલા થયા છે.અત્યાર સુધીમાં આ સોંગ પર લાખો લોકોએ રિલ્સ બનાવી લીધી છે તેમજ ખાસ કરીને માત્ર દર્શકો જ નહીં પરંતુ ગુજરાતના અને લોકપ્રિય કલાકારો ગાયક કલાકારોએ પણ આ સોંગ ઉપર બનાવી છે.

હાલમાં જ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આ સોંગ ઉપર એક ખૂબ જ સુંદર અને મનમોહક રિલ્સ બનાવી છે, તમે ખરેખર કિંજલ ના પ્રેમમાં અને કિંજલ ની.ખૂબસૂરતીમાં ખોવાઈ જશો. આવો મનમોહક લુક પહેલીવાર તમે કિંજલનો જોયો હશે કારણ કે, કિંજલ આ લુકમાં એટલી સુંદર લાગી રહી છે કે, આ સોંગ તો શું પણ ખાલી તમે કિંજલ ને જોશો તો પણ તમારું મનડું એ હરી લેશે. તમે જોઈ શકો છો કે કિંજલ દવે સફેદ રંગની ચણિયાચોળી પહેરી છે, અને આલીશાન મહેલમાં આ સોંગ પર ઘૂમી રહી છે.

કિંજલ દવે ની આ ખૂબ સુરતી દરેક યુવાનોનું હૈયુ અને મનડુ ચોરી લીધું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કિંજલ દવે ગાયિકાની સાથો સાથ ગુજરાતની કોયલ તરીકે વધુ પ્રખ્યાત છે, ત્યારે અનેક યુવાનો તેમના ચાહક છે અને ખાસ કરીને કિંજલ દવે મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના અવનવા લુકસના ફોટોઝ અપલોડ કરે છે અને સૌથી વધારે સુંદર તે ટ્રેડિશનલ કપડાઓમાં લાગે છે તેમજ કિંજલ ભાગ્યે જ તે વેસ્ટર્ન વેરમાં જોવા મળે છે. જ્યારે કિંજલ દવે ચણિયાચોળી પહેરે છે, ત્યારે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

કિંજલ દવે વિશે વાત કરીએ તો હાલમાં જ કિંજલ દવે વિદેશ પ્રવાસ પર ગયા હતા અને ત્યારે પણ પવન જોશી સાથેની તેમની યાદગાર તસ્વીરો પોતાના ચાહકો સાથે શેર કરી હતી. ત્યારે ફરી એકવાર આ રિલ્સ દ્વારા કિંજલ દવેએ ગુજરાતીઓના મનડા મોહી લીધા છે. એક મિનિટની રિલ્સમાં કિંજલ દવે નો લુકસ તમને મંત્રમુગ્ધ કરી દેશે અને એકી નજરે તમે કિંજલને નિહાળતા રહેશો અને એવું વિચારતા રહી જશો કે જાણે આ કિંજલ નહિ પરંતુ સ્વર્ગમાંથી ઉતરી આવેલ કોઈ અપ્સરા છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!