લોક ગાયિકા કિરણ ગજેરા દુબઈમાં માણી રહી છે વેકેશન! તસ્વીરો જોઈને ઓળખી નહિ શકો…
હાલમાં સૌ કોઈ ઉનાળાનું વેકેશન માણી રહ્યા છે, ત્યારે ગુજરાતી લોક ગાયિકા કિરણ ગજેરા હાલમાં ડૂબાઈનો પ્રવાસનો આનંદ માણી રહી છે. ખરેખર કિરણ ગજેરાની દુબઈની મનમોહક તસ્વીરો હાલમાં ચર્ચાનો વિષય બની છે. દુબઈની તસ્વીરોમાં તમે જોઇ શકો છો કે કિરણ ગજેરા કેટલી મનમોહક અને અદાકાર લાગે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કિરણ ગજેરાએ દુબઇનાં તમામ જગ્યાઓની તસ્વીરો પોસ્ટ કરી છે અને આમાં કિરણ ગજેરાનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે.
કિરણ આજે ખૂબ જ મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવન જીવી રહી છે અને દેશ વિદેશોમાં ભજન અને લોક ગીતોની રમઝટ બોલાવી રહી છે, ત્યારે ખરેખર આજે દુબઇ અન્ય વિદેશોમાં પણ કિરણ ગજેરા ફરવા જાય છે.ચાલો ત્યારે અમે આપને જણાવીએ એક સમય એવો હતો કે કિરણ ગજેરાની ની પરિસ્થિતિ ખરાબ હતી.કિરણ ગજેરા વિશે વાત કરીશું જેમણે અથાગ પરિશ્રમ થકી જીવનમાં સફળતા મેળવી અને આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.
કિરણ ગજેરા આજે વિદેશ પ્રવાસનો આનંદ માણી રહી છે, ત્યારે તેનું જીવન ખૂબ જ ખરાબ હતું પણ આજે તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી છે. કિરણના અંગત જીવન વિશે જાણીએ તો ગજેરાનો જન્મ મરેલી ગામમાં થયેલ અને કિરણના પિતા ડ્રાઇવરની નોકરી કરતા હતા. સાત સભ્યોના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોતા કિરણ ગજેરાએ 13 વર્ષની ઉંમરે અમરેલી થી ગાવાની શરૂઆત કરી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે, પરિવારની મદદ માટે આ ક્ષેત્રે આગળ વધ્યા બાદ પહેલા કાર્યક્રમ માટે 60 રૂપિયા ફી મળી. આજે તેમના ભજન લોક ગીતો, લગ્નગીતો માટે ખૂબ પ્રખ્યાત છે. તેના ડ્રાઇવર પિતાને મદદ કરવા કિરણે બાળપણમાં જ નક્કી કરી લધું હતું કે તે ગાયિકા બનશે અને આજે તેઓ દેશ વિદેશોમાં દરેક અવસરે અને પ્રસંગોમાં ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ આજે કાર્યક્રમ માટે 70 હજારથી 1.50 લાખનો ચાર્જ લે છે.
આજે કિરણની આજે પોતાની ઓડી કાર છે. હાલ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયેલી કિરણ ગજેરા 4BHKના આલિશાન ફ્લેટમાં રહે છે.ખરેખર તે હાલમાં ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે અને અવારનવાર વિદેશોમાં પ્રવાસ કરે છે. હાલમાં તેમનો દુબઇ પ્રવાસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં દુબઈની ખૂબ જ સુંદર અને મનમોહક તસ્વીરો તેમને અપલોડ કરી છે. આ તસવીરોમાં કિરણ ગજેરા ખૂબ જ સુંદર અને મનમોહક લાગે છે. તમે પણ આ તસવીરો જોઈને મોહી જશો.