આખરે ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ની ધરપકડ થઇ ! જાણો આ વખતે શું કાંડ કર્યું હતું…..
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જ્યાં લોકો પળભરમાં લોકપ્રિય થઈ જાય અને પળભરમાં બદનામ થતા વાર નથી લાગતી. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયના માધ્યમ થી કીર્તિ પટેલ એ ખૂબ જ લોકપ્રિતા મેળવી હતી. ત્યારે આજે એ જ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વિવાદ નું કારણ બની રહી છે. પટેલ સમાજનું નામ રોશન કરવાંને બદલે
બદમાન કરી રહી છે. ત્યારે હાલમાં જ આખરે ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ની ધરપકડ થઇ ! જાણો આ વખતે શું કાંડ કર્યું હતું..
હાલમાં જ મીડિયા દ્વારા મળેલા માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મૂળ સુરેન્દ્રનગરની અને સોશિયલ મીડિયા પર હમેશા પોસ્ટ કરીને અન્ય લોકો વિશે વિવાદિત નિવેદન કરનાર કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બે મહિના અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ત્યારે પોલીસ દ્વારા કીર્તિ પટેલ અને ભારત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થયેલ અને તેમના દ્વારા જાણવા મળ્યું કે, ખોટો કેસ કરવામાં આવ્યા. ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, અંતે મહિલાએ વસ્ત્રાપુર સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કોર્ટમાં રજૂ કરી હતી.
આ પહેલો એવો બનાવ નથી કે કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ થઈ છે. સુરતમાં હત્યાના પ્રયાસ સહિત અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયા હતા જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સુરતમાં ન પ્રવેશવાની શરતે જામીન પર છુટેલી કીર્તિ પટેલ કાયદાને ખિસ્સામાં રાખીને બેફામ વાણી વિલાસ કરતી રહે છે. ત્યારે વસ્ત્રાપૂર પોલીસદ્વારા આરોપી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.અને આ ગુનામાં સામેલ અમદાવાદના ભરત ભરવાડ નામના આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.