Gujarat

ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીર મુશ્કેલીમાં ?? અમદાવાદના વ્યક્તિએ બંને કલાકાર વિરુદ્ધ નોંધાવી આવી ફરિયાદ…

મિત્રો તમને ખબર જ હશે કે હજુ સાળંગપૂર વિવાદ પૂર્ણ જ થયો છે એવામાં વધુ વિવાદો સામે આવી રહ્યા છે, જેને લઈને હાલ તમામ લોકોમાં ભારે રોષે ભરાયા છે.એવામાં હાલ પ્રખ્યાત લોકકલાકાર એવા માયાભાઇ આહીર તથા ડાયરા કિંગ એવા કિર્તીદાન ગઢવી વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાઈ છે. હવે એવું તો શું કારણ હશે કે જેના લીધે કિર્તીદાન તથા માયાભાઇ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હશે? તો ચાલો આ અંગેની પુરી વાત તમને જણાવીએ.

અમુક એહવાલો તથા ન્યુઝ સમાચારના અનેક આર્ટીકલો દ્વારા જાણવા મળેલ છે કે અમદવાદ શહેરમાં રહેતા અશોક વાઘેલા નામના વ્યક્તિએ આ બંને કલાકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ તેમના સ્માર્ટફોનની અંદર ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે તેઓની સામે એક વિડીયો આવ્યો હતો જેમાં લોકકલાકાર માયાભાઇ અહીં હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કરતા જોવા મળ્યા હોવાની વાત અશોક વાઘેલાએ પોતાની ફરિયાદમાં જણાવી હતી.

અશોક વાઘેલા ફરિયાદમાં જણાવ્યું હતું કે ભગવાન મહાદેવને તુકારે બોલાવાની સાથો સાથ મારો રોયો જેવા શબ્દો પ્રયોગ કરીને જોક્સ માયાભાઇ આહીર દ્વારા કહેવામાં આવી રહયા હતા એવામાં આ સમયે કિર્તીદાન ગઢવી પણ તેમની પાસે જ બેસીને આવા જોક્સ પર હસી રહયા હતા. આવી વાતને લઈને જ અશોક વાઘેલાની ધાર્મિક લાગણી દુભાઈ હતી જેના લીધે તેઓએ આ બંને કલાકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અશોક વાઘેલાએ અમદાવાદના હવેલી પોલીસ સ્ટેશનનમાં ધાર્મિક લાગણી દુભાવવાની કલમ હેઠળ આ કલાકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ કલાકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા હજી બે માંથી એક પણ કલાકારે આ અંગે કોઈપણ જાતનું પોતાનું નિવેદન આપ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!