આજે છે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીનો જન્મદિવસ !! મૂળ આ ગામના છે વતની, એક સમયે કર્યો ખુબ સંઘર્ષ હવે જીવે છે આવું જીવન…જુઓ તેમની ખાસ તસવીરો
ગુજરાતનું અમૂલ્ય રત્ન એટલે કીર્તિદાન ગઢવી! જેમણે ગુજરાતી સંગીતનાં સુર વિશ્વનાં દરેક ખૂણે ગુંજાવ્યા છે. આજે આપણે એમના જીવન સાથેની જાણી અજાણી વાતો જાણીશું. ખરેખર ઘણા લોકો હશે જે નહીં જાણતાં હોય કે કીર્તિદાન ગઢવીનો જન્મ કયાં થયો અને હાલમાં તેમના પરિવારમાં કોણ કોણ છે?તમારા દરેક પ્રશ્નો જવાબ તમને આ બ્લોગ દ્વારા મળી જશે. કીર્તિદાન ગઢવીને રાતો રાત લોકપ્રિયતા નથી મળી તેમને જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે.
તમને આ વાતની જાણ નહિ હોય કે કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23 ફેબ્રુઆરી 1975 ના રોજ થયો હતો. તેમને 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો અને બાદમાં વર્ષ 1995 માં વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો.
અહીં રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના “સા , રે , ગ , મ , પ” શીખ્યા હતા.
બાદમાં સિંહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા.
રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરી બાદમાં તેઓએ રાજકોટમાં સ્થાયી થવા મન મક્કમ કર્યું હતું પરતું તેમના માતા પિતા નોહતા ઇચ્છતા જે કીર્તિદાન ગઢવી સંગીતમાં આગળ વધે કારણ કે ગીતો ગાઈને શું ઘર ચાલી શકે!
આખરે કીર્તિદાન એ પોતાના જીવન સંગીતને મહત્વ આપીને આગળ ચાલ્યા અને શરૂઆત નાના ના કાર્યક્રમો કર્યા અને સમય જતા તેમને લોકચાહના મળતી ગઇ અને ગુજરાતમાં તેમને પોતાનું અનોખું નામ બનાવ્યું. કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003 માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2006 માં તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા.
અને આજે તેમને ત્યાં બે દીકરા કૃષ્ણ અને રાગ છે અને તેમની માતા પત્ની અને બંને બાળકો હાલમાં તેઓ અમદાવાદ શહેરમાં રહે છે. કીર્તિદાન ગઢવીનું લાડકી સોંગ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે તેમજ તેઓ હાલમાં દેશ વિદેશોમાં પોતાના સંગીતના કાર્યક્રમો કરે છે અને તે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.