તોરણીયા ધામમાં કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી દીધી! એક ભજન ગાયું, ત્યાં તો સ્ટેજ આખું રૂપિયાથી ઢંકાઇ ગયું, જુઓ વિડીયો
ગુજરાતી સંગીતની દુનિયામાં કિર્તીદાન ગઢવી નું નામ ખૂબ જ મોખરે છે આપણે જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવીએ 0 માંથી સર્જન કર્યું છે. આજે તેમણે જે નામના મેળવી છે તે માત્ર ને માત્ર તેમનું સંઘર્ષનું પરિણામ છે જીવનમાં સફળતા અમસ્તા જ નથી મળતી ક્યારેક નિષ્ફળતા ના પગથિયાં ચડીને સફળતાના શિકરે પહોંચવું પડે છે. કિર્તીદાન ગઢવીએ આ કરી બતાવ્યું અને આજે ગુજરાત અને વિદેશમાં પણ તેમના ગીતોની રમઝટ બની રહી છે.
કિર્તીદાન ગઢવી અનેક લોક ડાયરા માં રમઝટ બોલાવી છે, ત્યારે આ દરમિયાન તેના પર લાખો રૂપિયા ઉડાવવામાં આવ્યા છે તેમજ સોના ચાંદીની નોટ અને સિક્કાઓનો પણ વરસાદ થયો છે. આટલી લોકપ્રિયતા ગુજરાતી સંગીતની દુનિયામાં કોઈ પણ કલાકારને નહીં મળી હોય કિર્તીદાન ગઢવી આજે માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી પરંતુ તેમની બોલબાલા વિદેશોમાં પણ છે આપણે જાણીએ છીએ કે અને દેશોમાં તેમણે પોતાના સુરીલા અંદાજમાં લોકોના દિલ જીતી લીધા છે.
હાલમાં જ અષાઢી બીજ ના શુભ અવસરે તોરણીયા ખાતે કિર્તીદાન ગઢવીએ લોક ડાયરામાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે એક સુંદર મજાનું ગીત ગાયું હતું અને આ ગીતની રમઝટ ચારે તરફ એવી ફેલાય કે સ્ટેજ આખું રૂપિયાથી છલોછલ ભરાઈ ગયું આપણે જાણીએ છીએ કે દર વર્ષે તોરણીયા ખાતે સંતવાણી નો કાર્યક્રમ યોજાય છે અને આ સંતવાણી કાર્યક્રમમાં ગુજરાતના તમામ લોકપ્રિય ગાયક કલાકારો હાજરી આપે છે.
તોરણીયા એકમાત્ર એવું ધામ છે, જ્યાંથી અનેક ગુજરાતી કલાકારોને સફળતાનો માર્ગ મળ્યો છે. જે જે કલાકારોએ તોરણીયા ખાતે કાર્યક્રમ કર્યા છે તેમાંથી મોટાભાગના કલાકારો આજે જાણીતું નામ બની ચૂક્યા છે અને આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ પણ આ વર્ષે હાજરી આપી હતી જેમાં તેમણે પોતાના અંદાજમાં ” તોરણીયાના ઠાકર ની વાત નો થાય ” ભજન ગાયું હતું. આ દરમિયાન કીર્તિદાન ગઢવી પર લાખો રૂપિયાનો વરસાદ થઈ ચૂક્યો હશે.