સોમનાથ મા બાગેશ્વર બાબા ની સામે કિર્તીદાન ગઢવી એ રંગ જમાવી દીધો ! હર હર મહાદેવ ભોળીયા….જુઓ વિડીઓ
બાબાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ સોમનાથની મુલાકાત લીધી, ત્યારે આ દરમિયાન તેમની સાથે કીર્તિદાન ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સુરતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં શાસ્ત્રીજીએ કીર્તિદાન ગઢવી પ્રત્યે ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો અને તેમણે ગીતોના વખાણ કર્યા હતા અને બાગેશ્વર ધામ આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું. હાલમાં ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં જોઈ શકો છો કે કીર્તિદાન ગઢવીએ રંગ જમાવી દીધો.
સુરતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં શાસ્ત્રીજીએ કહ્યું હતું કે કીર્તિદાન ગઢવી તુમ્હારા હર હર ભોલા વાલા ભજન બહુત અચ્છા લગતા હૈ. આખરે કીર્તિગઢવી એ આ ભજન ગાયું પણ હતું અને શાસ્ત્રીજી સ્ટેજ પર ઉભા થઇ ગયા હતા. ખરેખર કીર્તિદાન ગઢવીનું સદ્ભાગ્ય કે તેમને શાસ્ત્રીજીના આશિર્વાદ અને આશીર્વચન મળ્યાં.
સોમનાથ મહાદેવના મેરુ પર્વત સમાન શિખરના દર્શન કરીને કીર્તિદાન ગઢવીએ મહાદેવને યાદ કરીને સૌ કોઈને મહાદેવમાં લિન કર્યા હતા. કીર્તિદાન ગઢવીએ પોતાના જ સ્વરમાં ગાયું કે, સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી, સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિ, જાપ નિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી,.હર હર મહાદેવ ભોળિયા, હર હર મહાદેવ, હર હર મહાદેવ ભોળિયા, હર હર મહાદેવ.
બાબા બાગેશ્વર ધામના મહંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીની સોમનાથ મુલાકાત ખૂબ જ યાદગાર રહી છે અને સોમનાથ દર્શન દરમિયાન સંકલ્પ કર્યો કે તેઓ ત્રિવેણી ઘાટ સમીપે હોસ્પિટલના લાભાર્થે હનુમાન કથા કરશે અને આ ભગીરથ કાર્યમાં કીર્તિદાન ગઢવી તેમજ અન્ય ભક્તજનો સાથ સહકાર આપશે. હાલમાં તો સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોને પણ આ વીડિયો એટલે પસંદ આવી રહ્યો છે કારણ કે તેમને ભોળાનાથની ભક્તિના સુર રેલીને રંગ જમાવી દીધો.