કિર્તીદાન ગઢવીએ ઇન્ડિયન લેવલ શોમાં દ્વારકાધીશનું એવું ભજન ગાયું કે, કૈલાશ ખેર તથા જજીસ પણ ઊભા થઈને તાળીઓ વગાડવા લાગ્યા, જુઓ
ગુજરાતના લોકપ્રિય કિર્તીદાન ગઢવીની બોલબાલા દેશ વિદેશમાં છે. હાલમાં જ કિર્તીદાન ગઢવીને મ્યુઝિક શોમાં ગુજરાતી ગીતની રમઝટ બોલાવીને સૌ જજીસનું મન મોહી લીધું. કિર્તીદાન ગઢવી ડાયરાના સમ્રાટ છે, જેથી તેમને અત્યાર સુધીમાં અસંખ્ય ડાયરાઓમાં લોક ગીત અને ભજનની રમઝટ બોલાવી છે. હાલમાં જ કિર્તીદાન ગઢવીને કૈલાશ ખેર દ્વારા આયોજિત એક રિલાયટી શોમાં કીર્તિદાન ગઢવીને દ્વારકાધીશ માટેનું ગાયેલું ભજન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
કિર્તીદાન ગઢવીએ ” ભારત કા અમૃત કળશ ” શોમાં દ્વારકાધીશ માટે ” દ્વારકાના દેવની તો વાત જ ન થાય ” ભજન ગાયું હતું. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ વહેતાં જ્યાં ખળ ખળ ગોમતીના નીર, નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય, મારા દ્વારકા દેવની વાત જ ન થાય. કિર્તીદાન ગઢવીના સુરીલા કંઠે આ ભજન સાંભળીને કૈલાશ ખેર પણ મોજમાં આવી ગયા હતા તેમજ અન્ય જજ પણ કીર્તિદાન ગઢવીના પ્રફોન્સ થી ખુશ થયા હતા.
ખરેખર કિર્તીદાન ગઢવીને રિલાયટી શોમાં દ્વારકાધીશનું ભજન ગાઈને એ સાબિત કરી બતાવ્યું છે કે, તેમને ગુજરાતી ગીતો, ભજન અને કીર્તન પ્રત્યે તો લગાવ છે પરંતુ એ થી વધુ તેમને આપણી ગુજરાતી ભાષા પ્રિય છે. આ કાર્યક્રમમાં તેમને ગુજરાતી ગીતો અને ભજનને પ્રાધાન્ય આપીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. ખરેખર કિર્તીદાન ગઢવીના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.