જામનગર મા કિર્તીદાન ગઢવી પર રુપીઆ નો એવો વરસાદ થયો કે સૌ કોઈ જોતું જ રહી ગયું…જુઓ વિડીઓ
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવીનો લોક ડાયરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિદાન ગઢવી પર રૂ.10 થી લઈને 2000ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે હતો જેથી સ્ટેજ પર નોટોની ચાદર પથરાઈ ગઈ હતી.
આ પહેલીવાર નથી બન્યું કે કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હોય. આ પહેલા જ કડીમાં યોજાયેલ લોક ડાયરામાં કીર્તિ ગઢવી પર ચાંદીની નોટો વરસાદ કરવામાં આવ્યો હતો અને આ પહેલા પણ એક વ્યક્તિએ ચાંદી અને સોનાના સિક્કાનો વરસાદ કર્યો હતો. આ દરેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતા અને હાલમાં જામનગરમાં યોજાયેલ લોક ડાયરો ચર્ચાનો વિષય બન્યો છે.
સૂત્ર દ્વાર જાણવા મળ્યું છે કે, જામનગર શહેર ખાતે રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને કિંજલ દવે સહિતનાં કલાકારોએ હાજરી આપી હતી અને સૌ કોઈએ રમઝટ બોલાવી હતી.
સૌથી ખાસ વાત એ છે કે, આ જ શુભ દિવસે પૂર્વ રાજયમંત્રી હકુભા જાડેજાનો જન્મ દિવસ પણ હતો અને ધારાસભ્ય શ્રી રિવાબાની રક્ત તુલા કરવામાં આવી હતી. આ લોક ડાયરામાં રાજકીય નેતાઓમાં રાજદીપસિંહ જાડેજા અને ગણેશભાઈ
પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય શ્રી કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણ પરમારે કીર્તિદાન ગઢવી પર પૈસાનો વરસાદ કર્યો હતો. આ વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.