કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફરી એક વખત પધારશે બાબા બાગેશ્વર!! આ તારીખે છે ડાયરો.. જાણો તારીખ
ગુજરાતીઓ માટે એક ખુશ ખબર છે, કારણ કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુજરાતમાં પધારી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયક અને કાલકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફરી એક વખત પધારશે બાબા બાગેશ્વર! આજે ગાંધીધામ, કચ્છ ખાતે યોજાય રહેલા ભવ્ય લોક ડાયરામાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર્શાસ્ત્રી પણ હાજરી આપશે.
કિર્તીદાન ગઢવી ધીરેન્દ્ર્શાસ્ત્રી પર અતૂટ વિશ્વાસ ધરાવે છે અને તેઓ બાગેશ્વર ધામ ખાતે પણ લોક ડાયરાનું આયોજન કરેલ છે. ગાંધીધામમાં યોજાતા આ લોક ડાયરામાં સૌ ગુજરાતીઓને કિર્તીદાન ગઢવી અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર્શાસ્ત્રીને એકી સાથે જોવાનો લ્હાવો મળશે.
આ લોક ડાયરામાં ગુજરાતી લોકગીતો, ભજનો અને લોકવાર્તાઓનું રસપાન માણી શકાશે. કિર્તીદાન ગઢવીના ગીતો અને ધીરેન્દ્ર્શાસ્ત્રીના વક્તવ્યો ગુજરાતીઓને ખૂબ જ પ્રિય છે. તેથી, આ લોક ડાયરામાં સૌ રસિકોને કિર્તીદાન ગઢવીના ભજનનોની સાથે બાગેશ્વર બાબાના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિર્તીદાન ગઢવી એક પ્રખ્યાત ગુજરાતી લોકગાયક અને કાલકાર છે. તેમણે ઘણા લોકપ્રિય ગીતો અને ભજનો ગાયેલા છે. ધીરેન્દ્ર્શાસ્ત્રી વક્તવ્યો ખૂબ જ પ્રભાવશાળી હોય છે, આ લોક ડાયરા ગુજરાતી સંસ્કૃતિ અને ધર્મનું એક સુંદર સમન્વય છે, જેથી તે ગુજરાતીઓ માટે આ લોક ડાયરો યાદગાર બની રહેશે.