કિશન ભરવાડ હત્યા કેસ મામલે મોટા સમાચાર ! આરોપી મૌલવીની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં
કિશન ભરવાડની જાહેરમાં થયેલ હત્યાએ ગુજરાતને ધ્રુજાવી દીધુ હતું. આ ઘટના અંગે વધુ વિગત જાણીએ તો ધંધુકા ખાતે ગત જાન્યુઆરી 2022માં કિશન ભરવાડ નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. ગત 25 જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડની હત્યા થઈ હતી.
કિશન જયારે પોતાના જુના ઘર પાસેથી પસાર થતો હતો. તે વેળાએ બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ પ્રકરણમાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ કિશનનું મોત નીપજ્યું હતું.
આ હત્યા જાણીને જોઈને અને સમજી વિચારીને કરવામાં આવી હતી કારણ કે, કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ચોક્કસ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેને પગલે બાઇક પર આવેલા બે શખ્સોએ પીઠ પર ગોળી મારીને તેમની હત્યા કરી હતી.
જોતાને જોતા જ આ મર્ડર કેસે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેની તપાસ ગુજરાત એટીએસ સુધી લંબાઈ હતી. ત્યારબાદ આ કેસની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ સામેલ થઈ હતી અને આરોપીપની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ચાલો તે અંગે વિગતવાર માહિતી જણાવીએ.
કિશન ભરવાડની હત્યાના મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી જામીન અરજી અંગે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ મામલે હાઈકોર્ટે વિગતવાર આદેશ પસાર કર્યો છે અને રાજ્ય સરકારના વકીલે 2 સપ્તાહનો સમય માગ્યો હોવાથી કાઉન્ટર માટે એક સપ્તાહ અને પ્રત્યુત્તર માટે એક સપ્તાહનો મય આપીએ છીએ. જેને લઈને 2 સપ્તાહમાં બાદ સુપ્રીમકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.