કીશન ના સાસરીયા મા બેસણું યોજાયું અને કિશન ના સસરા એ સરકાર પાસે માંગ કરી કે…
કિશન ભરવાડની હત્યા એ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે, હવે આ ઘટનાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને કિશનને ન્યાય અપાવવા માટે હવે માત્ર ધંધુકા ગામ નહીં પરંતુ ગુજરાતનાં તમામ લોકો અને ભારતના તમામ હિંદુઓ કિશનને ન્યાય આપવાવ અપીલ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ કિશનનાં સાળા અને સસરા એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સાથો સાથ આરોપીઓ વિશે મહત્વની વાત કહી છે, જેના વિશે અમે આપને સંપૂર્ણ ઘટના જણાવીએ.
બેસણાના પગલે કિશનના સસરાના વડોદરા સ્થિત ઘર બહાર આજે સવારથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કિશનની હત્યાને પગલે સાસરી વડોદરામાં તેના પરિવારજનો અને સમાજના લોકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઇ છે.દિવ્યભાસ્કર અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, આજરોજ વડોદરા ખાતે કિશનના સસરાને ત્યાં બેસણું હતું. આ દરમિયાન કિશનના સસરા અને સાળાએ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી હતી.
વિસ્તુત જાણીએ તો કિશન ભરવાડના સસર જેસંગભાઇ મોતીભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં બે આરોપીઓએ દગાથી આગળ જતી બાઇક પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી.આ ઘટનાને માલધારી સમાજ વખોડી કાઢે છે. અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.
કિશનનાં સાળાએ કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલા જ મારી બહેનના તેમની સાથે લગ્ન થયા હતાં. 2 જાન્યુઆરીએ તેમના ત્યાં ભાણીનો જન્મ થયો હતો. વિધર્મીઓ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેમાં પાકિસ્તાન સુધી છેડા જોડાયા છે. ઘણાં મૌલવીઓના નામ આ મામલે ખુલ્યા છે. અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે, આરોપીઓનું એન્કાઉન્ટર કરો અથવા તેમને ફાંસીની સજા આપો.