કીશન ભરવાડની ની હત્યા મામલે માયાભાઈ આહીરે વિડીઓ મા જણાવ્યું કે “અમે કિશનના પરિવાર સાથે
કિશન ભરવાડની હત્યાના કેસ મા અનેક ખુલાસાઓ થયા બાદ એક અઠવાડીયું વિત્યા પછી પણ લોકો મા સતત રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક નામચીન હસ્તીઓએ પણ કિશન ને ન્યાય મળી તે માટે ચીમકી ઉચ્ચારી છે અને ન્યાય મળે તેવી માંગ કરી છે. ખાસ કરીને બોલીવુડ એક્ટરસ કંગના રાણાવતે એક ફેસબુક પોસ્ટ મુકી હતી અને તેમાં કીશન ના પત્ની ને પેન્શન મળે તેવી માંગ કરી હતી.
કંગના રાણાવત ના નોવેદનબાદ ગુજરાતના અનેક કલાકારો કિશન ના સમર્થન મા આવ્યા હતા જેમા દેવાયત ખવડ, વિજય સુવાળા , હેમંત ચૌહાણ અને માયાભાઈ આહીર ના નિવેદનો સામે આવ્યા હતા. માયાભાઈ આહીરે એક વિડીઓ ના માધ્યમ થી કહ્યુ હતુ કે ” ધંધૂકામાં ભાઈ કિશનને 25 જાન્યુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે, સરકારે તાત્કાલિક હત્યારાઓ વિરૂદ્ધ પગલા લઇ ધરકપડ પણ કરી છે. હજી આ તપાસ ચાલી રહી છે. પરંતુ આવું કૃત્ય જેણે પણ કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઇએ.”
“કિશનના પરિવારને દિલાસો આપીએ છીએ કે તમે એકલા નથી અમે તમારી સાથે છીએ. કિશન ભરવાડનો દીકરો નહીં સમગ્ર હિન્દુસ્તાનનો લાડકવાયો દીકરો હતો. અમે તેમના પરિવાર સાથે કાયમ રહેશું અને તે અમારો પણ પરિવાર છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવાર ના રોજ અમદાવાદ ના ધંધુકા મા કીશન ભરવાડ નામ ના યુવાન ની સરાજાહેર મા બે વિધર્મી યુવનો એ ગોળી મારી હત્યા કરી હતી. જેની તપાસ SOG કરી રહી હતી અને બાદ મા આ તપાસ ATS ને સોંપવામાં આવી હતી અને આ કેસ મા બે મૌલવી સહીત પાંચ લોકો ને ઝડપી પડાયા છે.