India

પતંગ ની દોરીથી યુવક નુ ગળુ કપાતા મોત થયુ ! હજી થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા

હાલમાં ઉતરાયણનું પર્વ નજીક છે, ત્યારે હવે પતંગની દોરીના લીધે અનેક દુર્ઘટનાઓ બનશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે , દર વર્ષે મકરસંક્રાતીનું પર્વ નજીક આવતા જ અનેક મોતની ઘટનાઓ બને છે, ત્યારે હાલમાં જ એક દંપતી સાથે આવી ઘટના બનતા યુવકનું મુત્યુ થઇ ગયું હતું.આ ઘટનાને લીધે પરિવારમાં શોકમગ્ન વાતાવરણ ફેલાય ગયું હતું. હાલમાં જ જાણવા મળ્યું હતું કે,હાલમાં જ આ યુવકના તો હજુ લગ્ન થયા હતું પણ અચનાક મુત્યુ થઇ ગયું હતું. ખરેખર આ ઘટના ખુબ જ હ્ર્દય સ્પર્શી છે. ત્યારે આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, હાલમાં જ દુઃખદ વાત છે.

ઉત્તરાયણનો તહેવાર આવતા ની જ સાથે અનેક દોરા થી ગળા કપાવવાની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક નવદંપતી યુવાનનું મુત્યુ થઇ થઇ ગયું અને તેનું કારણ બન્યું પંતગનો દોરો. આપણે જાણીએ છે કે,પતંગના દોરાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ ઘણી વખત પતંગના દોરાના કારણે લોકોના મોત થયા છે. આવો જ એક કિસ્સો કટકમાંથી સામે આવ્યો છે, પતંગના દોરા એ યુવાનનુંનું ગળું કાપી નાખ્યું અને તેનું મૃત્યુ થયું. આ ઘટના વિષે સંપૂર્ણ માહિતી જાણીએ તો યુવાન બાઇક પર સાસરે જઇ રહ્યો હતો.તાજેતરમાં યુવકના લગ્નની ઘટના રવિવારની છે. કટકના ભૈરીપુર વિસ્તારનો યુવક જયંત સામલ તેની પત્ની સાથે બાઇક પર તેના સાસરે જઈ રહ્યો હતો.

આ દરમિયાન જ રસ્તામાં આ દુઃખદ ઘટના બની. અહેવાલો અનુસાર, જયંત જ્યારે પીરબજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે અચાનક પતંગ ઉડાવવા માટે ઉપયોગમાં લેવાતા માંજામાં ફસાઈ ગયો. માંઝાની ધાર છરીની તીક્ષ્ણ ધાર જેવી હતી, જેના કારણે તેનું ગળું કપાઈ ગયું અને તરત જ લોહીનો પ્રવાહ વહેવા લાગ્યો. જયંત અને તેની પત્ની બાઇક પરથી પડી ગયા હતા. રાહદારીઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જયંતે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. આ ઘટના બાદ જયંતના પરિવારે જગતપુર પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધિત માંઝા અને તેના ઉપયોગના વેચાણકર્તા વિરુદ્ધ FIR નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે, ઓડિશા હાઈકોર્ટે કાચના કોટેડ માંઝાના કારણે સમાન મૃત્યુની કેટલીક ઘટનાઓ નોંધાયા બાદ તેની આસપાસના વિસ્તારમાં માંઝાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.ખરેખર આ તહેવાર દર વર્ષે અનેક પરિવારના મુત્યુ થાય છે અને અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે તેમજ પક્ષીઓ અનેક ઘાયલ થાય છે. આ ઉતરાયણમાં આવા કાચથી પકવેલ દોરાઓથી પતંગ ન ચગાવી જોઈએ અને જાહેર રોડ રસ્તામાં તો ક્યારેય ન ચગાવી જોઈએ. પતંગ ચગાવતી વખતે અગાશી પરથી અને લુંટતી વખતે રોડ અકસ્તમાત અનેક બને છે, તો સાવચેત રહો અને સલામતી પૂર્વક તહેવારની ઉજવણી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!