GujaratViral video

‘બેઠાં રેજો ભાઈ કાંઈ નથી થયું’ ! કિર્તીદાન ગઢવીના ડાયરમાં અચાનક જ પડી ગયું હતું સ્ટેજ…જુઓ આ વિડીયો

મિત્રો કિર્તીદાન ગઢવી વિશે તો તમે જાણતા જ હશો. હાલ કિર્તીદાન ગઢવીએ પોતાનું નામ ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બનાવી લીધું છે. કિર્તીદાન ગઢવીને હાલ લોકો ‘ડાયરા કિંગ’ ના નામેથી ઓળખે છે. હવે તમે આના પરથી સમજી જાવ કે કિર્તીદાનની પ્રસિદ્ધિ કેટલી બધી હશે. હજુ થોડાક દિવસો પેહલા જ તેઓ તેમના પરિવાર સાથે ગિરનાર ફરવા માટે ગયા હતા.

જેની અનેક તસવીરો તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. એવામાં ડાયરા કિંગ કિર્તીદાન ઘડવીનો હાલ એક વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જે ખુબ જૂનો હોય તેવું જણાય રહ્યું છે. કિર્તીદાન ગઢવીના ગમી ત્યારે ડાયરા હોય ત્યારે તેઓને જોવા માટે લોકોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. હાલ કિર્તીદાન ગઢવીની એટલી બધી ફેન ફોલોવિંગ વધી ગઈ છે કે તેઓ જ્યા પણ જાય છે ત્યાં તેઓના ચાહકો દોડી આવે છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર કિર્તીદાનભાઈ ગઢવી ડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે. એવામાં જોઈ શકાય છે કે એક સ્ટેજ પર જ કિર્તીદાન ગઢવીના આગળ પાછળ તમામ જગ્યાએ માણસો જોવા મળી રહ્યું છે. સ્ટેજ પર વજન વધતા તરત જ સ્ટેજ નીચે ઢળી જાય છે અને તેના પર બેઠેલા તથા ઉભેલા લોકો પણ હચમચી જાય છે, જે બાદ ડાયરા કિંગ કહે છે કે ‘કાંઈ નથી થયું બધા બેઠા રેહજો.’

આ વિડીયો હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા છે. અમુક સોશિયલ મીડિયા યુઝરો ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે ‘કિર્તીદાનભાઈના ડાયરામાં આવું જ થાય.’ આવી અનેક ફની પ્રતિક્રિયાઓ લોકો આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Dulera (@dh_dulera_612)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!