Gujarat

જાણો રેશનકાર્ડ ના પ્રકાર અને ક્યા રેશનકાર્ડ મા કેટલી સહાય મળી શકે અને તમારી પાસે કયું રેશનકાર્ડ…

રેશન કાર્ડ (ration card ) એ દરેક ભારતીયો માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને રેશન કાર્ડનો ઉપયોગ માત્ર રાશન લેવા માટે જ નહીં પરંતુ અનેક જગ્યાએ તેને આધારભુત પુરાવા તરીકે પણ માન્ય ગણવામાં આવે છે. ભારતમાં (india) મુખ્ય ત્રણ પ્રકારના રાશન કાર્ડ માન્ય છે અને આ ત્રણેય કાર્ડના પ્રકાર મુજબ તેનો લાભ લાભાર્થીઓને મળતો રહે છે.

સૌથી ખાસ વાત એ કે રેશન કાર્ડ ગરીબ લોકો માટે આજીવિકા સમાન છે. ભારતમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાય નામે રાશનની દુકાનો શરૂ કરવામાં આવી છે, જ્યાં રેશન કાર્ડ મારફતે લાભાર્થીઓને મફત અને નજીવા દરે રાશન મળી રહે છે. આજે અમે આપને જમાવીશું કે કયા રાશન કાર્ડ પર શું લાભ મળે છે.

એપીએલ (Aplrationcard) રેશનકાર્ડ આ કાર્ડ ગરીબી રેખા ઉપર રહેતા લોકોને આપવામાં આવે છે.1 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતા લોકોને એપીએલ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા રાહત દર મહિને પરિવારના સભ્યો દીઠ અનાજ આપવામા આવે છે,

બી.પી.એલ. (BPL ration card ) ગરીબી રેખાથી નીચે રહેતા લોકોને આ રેશનકાર્ડ આપવામાં આવે છે. આ રેશન કાર્ડ દ્વારા એપીએલ રેશન કાર્ડ કરતા પણ ઓછા દરે રાશન આપવામાં આવે છે તેમજ આ કાર્ડમાં એપીએલ કરતા વધારે રાશનની સામગ્રી આ કાર્ડ પર આપવામાં આવે છે.કાર્ડ પર જેટલા સભ્યો હશે, તેટલું રાશન વધુ મળશે. ઉદાહરણ તરીકે, જો રેશનકાર્ડ પર 5 સભ્યો હોય, તો તેને કુલ 25 કિલો રાશન મળશે, જેમાં 20 કિલો ઘઉં અને 5 કિલો ચોખા હશે.

અંત્યોદય યોજના (Atyodaya Yojana)ભારત સરકારે શરૂ કરેલ યોજના છે.આ યોજના આર્થિક રીતે ખૂબ જ નબળા હોય છે અને ખૂબ જ ઓછા પૈસા કમાય છે. જેમ કે વિકલાંગ, ખૂબ ઓછી આવક ધરાવતા લોકો, એકલા વૃદ્ધ અથવા એકલા વિધવા વગેરે. આ કાર્ડ પર, દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના દરે અને 10 કિલો ચોખા 3 રૂપિયાના દરે આપવામાં આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!