કોળી સમાજ મા દુખ નું મોજુ ફરી વળ્યું ! કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા નું અચાનક અવસાન થયું…
ગુજરાતમાં દિવસેને દિવસે એવા બનાવો બની રહ્યા છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ખાસ કરીને રોજ સવારે ન્યુઝપેપર કે ન્યુઝ ચેનલ પર રોડ અકસ્માતના બનાવ અંગે જાણવા મળતું હોય છે. રોજ અનેક લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે. હાલમાં જ આજ રોજ વધુ એક રોડ અકસ્માતના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ કે, આખરે બનાવ શું હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક જ કાર અકસ્માતમાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત નીપજ્યું. આ દુઃખદાયી ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક જ કોળી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દુઃખ બનાવના પગલે આ કોળી સમાજમાં ભારે શોક છવાઈ ગયો છે..
આ ગોજારા અકસ્માત અંગે જાણીએ તો ભાવનગર જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા આજરોજ ઉમરાળા તાલુકાના ટીંબી ગામ પાસે કાર લઈને જઈ રહ્યા હતા અને એ દરમિયાન જ વિધિએ શું લેખ લખ્યા હશે કે અચાનક જ કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં આવેલ તળાવમાં ખાબકી પડી હતી.
તળાવમાં કાર પડવાને કારણે રાકેશભાઈ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા કોળી સમાજના જિલ્લા પ્રમુખ આણંદભાઈ ડાભી, કાળુભાઈ જાંબુચા સહિતના આગેવાનો તેમજ ટીંબી, ઉપરાંત જિલ્લાઓમાંથી કોળી સમાજના આગેવાનો ઉમરાળા ખાતે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દુઃખદ બનાવના પગલે તેમના પરિવારજનોમાં અને કોળી સમાજમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. રાકેશભાઈ એક ખુબ જ સેવાભાવિ અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત હતા અને
સમાજ માટે સતત કાર્યશીલ રહેતા હતા પરંતુ ઈશ્વરે કંઈક બીજું જ ધાર્યું હશે જેથી કરીને તેમને ખુબ જ નાની વયમાં પોતાના ચરણે બોલાવી લીધા. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.