કોણ છે અંબાલાલ પટેલ??? શા માટે તેની એક વખત ધરપકડ કરવામા આવી હતી ?
ગુજરાતમાં આંબાલાલ પટેલ નું નામ સાંભળતાની સાથે જ સૌ કોઈ ખુશ થઈ જાય છે, જેની આગાહીમાં સરકાર પણ વિશ્વાસ કરે છે,એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેમને જાણીને નવાઈ લાગશે કે, એક વખત તેમના જીવનમાં એવો સમય આવ્યો જ્યારે, તેઓ આગાહી કરી હતી ભૂકંપની ત્યારે તેમની ધરપકડ કરવામા આવી હતી અને સરકારને દોડતી કરી મૂકી હતી. આ આંબાલાલ પટેલ કંઈ રીતે બન્યા ગુજરાતનાં લોકપ્રિય હવામાનનાં નિષ્ણાત તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
તમનેજણાવીએ કે અંબાલાલ પટેલનું આખું અંબાલાલ દામોદર પટેલ છે. આજે તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમા છે. રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે.સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. તેમનું પરિવાર એક સુખી સંપન્ન અને આર્થિક રીતે સધ્ધર પરિવાર છે.
હવામાન આગાહી બદલ તેમને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ નો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ખૂબ જ નામના મેળવી છે. 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો અને તેમણે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે.
1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવીએ અનેપછી ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી અને જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.
તેમને જ્યોતિષ વિષયમાં ખૂબ જ રસ હતો એટલે તેમને વિચાર આવ્યો કે જો ખેડૂત ને વરસાદ ને લઈને પહેલા ખબર પડે તો તેમને લાભ. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખે છે. ખરેખર ગુજરાતમાં અંબાલાલ પટેલ સારું એવું વર્ચસ્વ જમાવ્યું છે. આજે અનેલ મીડિયા રિપોર્ટ તેમને પોતાના ન્યૂઝ ચેનલ બોલાવે છે અને વરસાદ ને લઈને મહત્વની આગાહી અને જાણકારી અપાવે છે. આ એવા વ્યક્તિ છે જેમને લોકો તેમના નામ અને હવામાન ની આગાહી તરીકે જ ઓળખે છે